સુરત, તા.૨૯
હવામાન વિભાગની આગાહીને ખોટી ઠરાવતા કુદરતે સમગ્ર ગુજરાતમાં મેઘમહેર વરસાવી છે જેને કારણે સરેરાશ વરસાદ કરતા વધુ માત્રામાં પાણી ઝિંકાયો હોવાથી ડેમમાં પાણીનો ખુબ સારા પ્રમાણમાં સંગ્રહ થયો છે. સુરત જિલ્લામાં સરેરાશ કરતાં ૧૧ ટકા વધુ વરસાદ નોંધાયો હોવાથી આગામી બે વર્ષ સુધી પાણીની તંગી નહી સર્જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.સુરત જિલ્લામાં ચાલુ સિઝનમાં નો સરેરાશ વરસાદ ૧૫૦૦ મી.મી. નોંધાયો છે જે ગત વર્ષની તુલનામાં ૭૩ મી.મી. વધારે છે એટલે કે સુરત જિલ્લામાં ચાલુ મોસમમાં ૧૧૧ ટકા વરસાદ વરસી ગયો છે જેના પરિણામે સુરતજિલ્લાને સાંકળતા જળાશયો પણ પૂર્ણ સ્થિતિએ ભરાયા છે દક્ષિણ ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં ૨૧૯૩૬૫.૪૮ એમ.સી.એફ.ટી. જેટલો જળ સંગ્રહ થયો છે જે જથ્થો સમગ્ર વર્ષ દરમિયાન પર્યાપ્ત જથ્થો બની રહેવાની શક્યતા હોવાનું જાણવા મળે છે.સુરત જિલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ જિલ્લામાં ૧૯૮૯ થી ૨૦૧૮ ની રેન્જ પ્રમાણે ૨૭મી ઓગસ્ટ ૨૦૧૯ ની સ્થિતિએ૧૧૧.૩૭ ટકા સરેરાશ વરસાદ થયો છે જેમાં સૌથી વધુ ઉમરપાડા તાલુકામાં ૧૮૮.૧૪ ટકા અને સૌથી ઓછો બારડોલી તાલુકામાં ૭૫.૦૭ ટકા નોંધાયો છે જિલ્લાના નવ તાલુકામાં વરસેલા વરસાદ ની ટકાવારી ઉપર મીટ માનવામાં આવે તો માંગરોળ તાલુકો બીજા ક્રમે ૧૮૦.૩૦ ટકા વરસાદ વરસ્યો છે ત્યારબાદ તાલુકા પ્રમાણે ની સ્થિતિએ બારડોલી ૭૫.૦૭ટકા.ચોયૉસી૭૮.૫૮ ટકા. કામરેજ ૮૯.૭૫ ટકા. મહુવા ૯૫.૩૦ ટકા. માંડવી ૮૯.૬૬ ટકા. ઓલપાડ ૧૨૧.૩૦ ટકા. પલસાણા ૯૨.૨૫ ટકા. અને સુરત સીટી માં ૧૦૦.૨૫ ટકા જળરાશી વરસી જતા સર્વત્ર અતૃપ્ત ધરા તૃપ્ત થતા જિલ્લાના નાગરિકો મા આનંદની હેલી છવાયેલી જોવા મળી રહી છે જ્યારે જિલ્લામાં સરેરાશ અવિરત વરસાદને પગલે ગત વર્ષ કરતાં સુરત જિલ્લાના જળાશય ઉકાઈ ડેમ. કાકરાપાર. આમલી ડેમ. લાખી ડેમ. અને હથનુર ડેમ માં સારો એવો સંતોષકારક જળસંગ્રહ થયો છે.. સુરત જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા કેચમેન્ટ એરિયામાં મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ વરસતા ગત વર્ષની તુલના કરતા ઉકાઈ જળાશયમાં પૂર્ણ પણે એટલે કે ૨૧૯૩૬૫.૪૮ એમ.સી.એફ.ટી. પાણીનો જથ્થો ભરાતા સિંચાઇ માટે ખેડૂતોને પૂરતી માત્રામાં પાણી મળી રહેશે ની આશા બંધાઈ છે ઉપરાંત સુરતના શહેરીજનો માટે પીવાના પાણીના એકમાત્ર સ્ત્રોત સમાન ઉકાઈ ડેમમાં થી જરૂરિયાત મુજબ પાણીનો જથ્થો મળતા પીવાના પાણીની સમસ્યામાંથી શહેરીજનોને છૂટકારો મળશે.