અમદાવાદ, તા.૭
ક્રિકેટ રમવા માટે શ્રીલંકા ગયેલા ભારતના એક નવોદિત ક્રિકેટરનું સ્વીમીંગ પૂલમાં ડૂબી જવાથી મોત થયું છે. સુરતનો ૧૧ વર્ષીય નરેન્દ્ર સોઢા શ્રીલંકામાં મૈત્રી ક્રિકેટ એકેડમીની સાથે રમવા માટે ગયો હતો. આ પ્રવાસમાં તેની સાથે ૧૮ સભ્યોની ટીમ ગઈ હતી. બનાવ બાદ પરિવાર શ્રીલંકા રવાના થઈ ગયો છે. સ્થાનિક પોલીસ મામલાની તપાસ કરી રહી છે. યામુનુગામના રિસોર્ટના પૂલમાં તરતા ડૂબી ગયો હતો. પોલીસે કહ્યું કે તેને યામુનુગામા હોસ્પિટલમાં લઈ જવાયો જ્યાં તેણે અંતિમ શ્વાસ લીધો. રિપોર્ટ અનુસાર નરેન્દ્રને અને બીજા બે ક્રિકેટર ટીમ મેનેજમેન્ટના આદેશ વિરૂધ્ધ પૂલમાં ગયા હતા. વરસાદના કારણે તેમની મેચ રદ્ થઈ હતી અને તેમને હોટલના રૂમમાં રોકાવવા માટે કહેવામાં આવ્યું હતું. એક સમયે જ્યારે કોહલીના નેતૃત્વવાળી ટીમ ઈન્ડિયા ઐતિહાસીક વ્હાઈટવોશ કરીને પરત ફરી રહી હતી. ત્યારે શ્રીલંકામાંથી ૧૧ વર્ષના ક્રિકેટર નરેન્દ્રના મોતના સમાચાર આવ્યા હતા.
સુરતના ૧૧ વર્ષના ક્રિકેટરનું શ્રીલંકામાં સ્વીમિંગ પુલમાં ડૂબી જવાથી મોત

Recent Comments