(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૪
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ -એનસીપીનું ગઠબંધન થતા સુરતની ૧૨ બેઠકો પૈકી ૮ બેઠકો ઉપર ઉમેદવારી નોંધાવનાર એનસીપીના ઉમેદવારોને ઉમેદવારી પરત ખેંચવા માટે આદેશ કરાયો હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પૂર્વ, કામરેજ, કરંજ, ચોર્યાસી બેઠક સિવાય સુરતની આઠ બેઠકો ઉપર એનસીપીએ ઉમેદવારી નોધાવી હતી. ગઈકાલે કોંગ્રેસ-એનસીપી વચ્ચે ગઠબંધન થતા એનસીપીના પ્રદેશ મોવડી મંડળે ઉધના-લીંબાયત બેઠક સિવાય બાકીની છ બેઠકો ઉપરથી એનસીપીના ઉમેદવારોને ઉમેદવારી ફોર્મ પાછી ખેંચી લેવા આદેશ આપવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખે આ એનસીપીના ઉમેદવારો ફોર્મ પરત નહીં ખેંચશે તો એનસીપી દ્વારા રાજ્ય ચૂંટણી પંચમાં આ ઉમેદવારોના પક્ષના મેન્ડેટ રદ કરવા માટેની રજૂઆત કરી કાર્યવાહી કરવામાં આવશે.