(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૫
શહેરમાં ટ્રાફિક પોલીસના ઈ-ચલણથી બચવા માટે પોતાની ટુ વ્હીલર નંબર પ્લેટમાં ચેડા કરનાર પાર્લે પોઈન્ટના યુવક વિરૂદ્ધ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ છે. સુરત શહેરમાં પોલીસ તંત્ર દ્વારા ઠેર-ઠેર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. પોલીસની તીસરી આંખ સમાન સીસીટીવી કેમેરા પ્રોજેક્ટ મારફતે ગુનેગારો નજર રાખવા ઉપરથી ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને ઘરે ઈ-મેમો ફટકારવામાં આવે છે. જેથી આ ઈ-મેમોથી બચવા માટે પાર્લે પોઈન્ટ ખાતે આવેલી ગોપાલકૃષ્ણ સોસાયટીમાં રહેતાં ૨૯ વર્ષીય રામકુબેર જમનાપ્રસાદ જયસ્વાલે પોતાની ટુ વ્હીલર નંબર જીજે-૫-જીઈ-૩૩૬૦ની સરકારી રજિસ્ટ્રેશન નંબર પ્લેટના અંકોમાં ચેડા કર્યા હતા. જેમાં નંબર સીરીઝમાં ‘ઈ’ સાથે ‘એફ’ કરી ગુનો આચર્યો હતો. આ બાબતે ટ્રાફિક પોલીસના ધ્યાનમાં આવતા ઈ-ચલણ ટ્રાફિક શાખાના એએસઆઈ પરસોત્તમભાઈ ચેમાભાઈએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી.
સીસીટીવી કેમેરાથી બચવા નંબર પ્લેટ સાથે ચેડાં : સુરતનો યુવાન ઝડપાયો

Recent Comments