(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર,તા.૬
સુરેન્દ્રનગર શહેરમાં પોલીસ તંત્રના ખોફ ખતમ થઈ ગયો છે. નાના-નાના ધંધાદારી રોજનું રળી ખાવાવાળાઓને શહેરમાં છાકટા બનેલા લોકો હેરાન પરેશાન કરી પૈસાની માંગ કરતા હોય છે. હાલમાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવા બનાવની લોકોમાં ચર્ચા ચાલી છે. પ્રાપ્ત માહિતી મુજબ ગતરાત્રીના ૧૨ઃ૦૦ વાગ્યા પછી બસ સ્ટેન્ડ પાછળ આવેલ જાહેર વિસ્તારમાં દારૂના નશામાં ધૂત બનેલા ત્રણ જેટલા શખ્સો દ્વારા દંગલ મચાવ્યા બાદ સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાસે આવેલ આમલેટની લારી ઉપર તોડફોડ કરી, ઊંધી કરી મોટું નુકશાન કર્યું હતું. ત્યારપછી આજ યુવાનોએ ત્યાં ચાની લારીમાં તોડફોડ કરી અને લારી ઊંધી નાખી દઈ અને ગલ્લામાં રાખેલ રોકડ રકમ લઈ નાશી છૂટયા હોવાનું જાણવા મળેલ છે. ત્યારે બી ડિવિઝનમાં આમલેટવાળા અને ચાની લારીવાળા એ ત્રણેય શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવેલ છે.