અમદાવાદ,તા.૩
ભાજપ શાસિત સુરેન્દ્રનગર-દૂધરેજ નગરપાલિકા દ્વારા વર્ષ ર૦૧૪-૧પમાં રૂા.૩૭,૦૬,૭૭,૪૩ર અને વર્ષ ર૦૧પ-૧૬માં રૂા.પ૪,ર૧,ર૭,૮પ૪ જેટલી માતબર રકમનું ખર્ચ દર્શાવતું હિસાબપત્ર તપાસતા જાણવા મળે છે કે, ભાજપના શાસકોએ શહેરના નાગરિકો પાસેથી વર્ષ ર૦૧૪-૧પમાં જુદા-જુદા વેરા પેટે રૂા.૬,૦૦,૦૩,૭૮૭ અને વર્ષ ર૦૧પ-૧૬માં રૂા.પ,૩૭,પ૮,૩૯૭ની માતબર વસૂલાત કરી છે. ત્યારે શહેરના નાગરિકોને પાયાની સુવિધા જેવી કે, શુદ્ધ પીવાનું પાણી, રોડ-રસ્તા, ગટર વ્યવસ્થા મુદ્દે નિષ્ફળ ભાજપ શાસકો હિસાબ આપે તેમ જણાવી ભાજપ શાસકોની ભ્રષ્ટ નીતિ સામે વિજિલન્સ તપાસની માંગ કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર-દૂધરેજ નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી નાગરિકોની વારંવારની રજૂઆતો છતાં પાયાની કામગીરી પ્રત્યે શાસકો સંપૂર્ણ ઉદાસીન છે. શહેરના નાગરિકો મોટા પાયે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સુરેન્દ્રનગર-દૂધરેજ વિસ્તારમાં ઠેર-ઠેર ખાડાના લીધે અનેક અકસ્માતોના બનાવ બન્યા છે. રસ્તાની કામગીરી કરવાને બદલે નગરપાલિકાના શાસકો જુદી- જુદી જગ્યાએ નવા કામોના નામે ખોદાણ કરીને છોડી દીધું છે. સુરેન્દ્રનગર-દૂધરેજ નગરપાલિકાના શાસકો દ્વારા તમામ કામમાં મોટાપાયે ભ્રષ્ટાચારની ફરિયાદો મળી રહી છે. બીજી બાજુ શહેરના નાગરિકો માટે અતિ આવશ્યક પીવાનું પાણી, બગીચા અને આરોગ્ય સેવા પાછળ શૂન્ય ખર્ચ કરીને નગરપાલિકાના શાસકોએ તેમની નીતિ અને નિયત જાહેર કરી દીધી છે.
સુરેન્દ્રનગર-દૂધરેજ નગરપાલિકા દ્વારા શહેરના નાગરિકો પાસેથી વસૂલ કરાયેલા વેરાની રકમ
વેરાના પ્રકાર વર્ષ ર૦૧૪-૧પ વર્ષ ર૦૧પ-૧પ
(આવક) (આવક)
પાણી વેરો ૮૯,૦૩,૧૧૦ ૭૭,૪૨,૯૪૭
મકાન વેરો ૩,૦૮,૧૯,૧૦૮ ૨,૬૫,૫૬,૮૯૫
સામાન્ય પાણી વેરો ૫૦,૨૫,૫૩૯ ૪૧,૨૪,૭૭૬
આરોગ્ય વેરો ૫૦,૨૫,૫૩૯ ૪૧,૨૪,૭૭૬
વ્યવસાય વેરો ૧,૦૨,૩૩,૪૯૧ ૧,૧૨,૦૯,૦૦૩
કુલ ૬,૦૦,૦૩,૭૮૭ ૫,૩૯,૫૮,૩૯૭

નગરપાલિકા દ્વારા શહેરના નાગરિકો માટે પાણી
અને આરોગ્ય માટે શૂન્ય રૂપિયાનો ખર્ચ

જુદા-જુદા કામ ખર્ચ
રસ્તા મજબૂતીકરણ ૦
ગંદા વિસ્તાર સુધારણા૦
ગરીબ કલ્યાણ મેળા ૦
આંગણવાડી ૦
અર્બન હેલ્થ સેન્ટર ૦
સમશાન સુધારણા ૦
જાહેર બગીચા ૦
બાલ ક્રિડાંગણ ૦
વૃક્ષા રોપણ ૦

જુદા-જુદા કામ ખર્ચ
કુવા, ટાંકી સમ્પ ૦
ધોવાનો ઘાટ ૦
પાણી પુરવઠા મરામત નિભાવણી ૦
વોટર સ્ટેન્ડ ૦
પરબ-અવાડા ૦
પાણી પુરવઠા અછત અન્વયે ૦
જાહેર આરોગ્ય ૦
ચેપી રોગ અટકાવવા ૦
ચેપી રોગ પીડિતોને સહાય ૦