(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.૧૬
સુરેન્દ્રનગર શહેરમાં કાયદો વ્યવસ્થાના જગજાહેરમાં ધજાગરા ઉઠી રહ્યા હોય તેવો બનાવ બન્યો છે.
જેમાં સુરેન્દ્રનગરની હોસ્પિટલોમાં ચાલતી ગ્રીનક્રોસ લેબોરેટરીમાં ફરજ બજાવતાં યુવક રાત્રિના સમયે લેબોરેટરીમાંથી બહાર આવ્યો હતો ત્યારે સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલના ત્રિકોણ સર્કલના ગ્રાઉન્ડ ફ્લોરમાં લાશ પડી હતી. જેના પેટના ભાગે બે તિક્ષ્ણ હથિયારના ઘા ઝિંકવામાં આવ્યા હતા અને પેટના આંતરડા બહાર આવેલ હાલતમાં તેનો મૃતદેહ પડ્યો હોવાનું ખુલવા પામેલ છે.
સુરેન્દ્રનગર શહેરના પોલીસ તંત્રને આ અંગેનાી જાણકારી આપણવામાં આવેલ ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા એલ.સી.બી. પી.આઈ. વ્યાસ અને એમના સ્ટાફ દ્વારા આજુબાજુમાં અને આગવી રીતે તપાસ હાથ ધરવામાં આવેલ. પરંતુ કોઈપણ પ્રકારની વિગતો બહાર આવેલ નથી. મૃતક ભાવિન નરેન્દ્રભાઈ શાહની બોડી પી.એમ. માટે ગાંધી દવાખાને લાવવામાં આવેલ છે.
સુરેન્દ્રનગર પોલીસ સૂત્રો દ્વારા હાલમાં સી.સી.ટીવી ફુટેજ સહિતની તપાસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ જૈન યુવકની હત્યા શા કારણે કરવામાં આવી છે એના મિત્રો, સ્ટાફ સહિતની ઝિણવટભરી તપાસ સુરેન્દ્રનગર ગુના શોધક શાખાના પી.આઈ. વ્યાસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.
પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવેલ વિગતો અનુસાર સુરેન્દ્રનગર શહેરના દાળમીલ વિસ્તારની વાઘેશ્વરી સોસાયટી વિસ્તારમાં રહેતો ભાવિન નરેન્દ્રભાઈ શાહ (ઉ.વ.ર૧) સી.પ્રશાંક મેડિકલ હોસ્પિટલમાં ટી.બી. દવાખાનામાં ગ્રિનક્રોસ લેબોરેટરીમાં ફરજ બજાવતો હતો ત્યારે દવાખાનામાંથી રાત્રિના ૧૧ઃ૩૦ કલાકે ચા-પાણી નાસ્તો પતાવી સ્ટાફ માટે પાન-માવો લેવા નિકળ્યો હતો ત્યારે કોઈકે હત્યા કરી હતી.