(સંવાદદાતા દ્વારા) વઢવાણ,તા.૨૫
ચૂંટણી આચારસંહિતાનો અમલ થાય તે જરૂરી છે. અલબત ચૂંટણીની આચારસંહિતાના નામે ખોટી કનડગત કરાય તે કોઈપણ ભોગે યોગ્ય નથી. તેમ છતાં આચારસંહિતાના નિયમનું ખોટું અર્થઘટન કરી પોલીસ તંત્રએ સુરેન્દ્રનગરમાં મસ્જિદ પરનું માઈક ઉતરાવી લાઉડસ્પીકર જપ્ત કરતાં શહેરના શાંતિપ્રિય લોકોમાં કચવાટ સાથે મુસ્લિમ સમાજમાં રોષની લાગણી જન્મી છે. તો તંત્ર વાહકોનો પૂર્વગ્રહ યુક્ત નિર્ણય હોવાની લોકચર્ચા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ચૂંટણી તંત્ર દ્વારા આ નિયમના પાલનનો ચુસ્ત અમલ કરાવવા આચારસંહિતાના નિયમોનું પાલન અને જાળવણી કરવા માટે શહેરના લાઉડસ્પીકર વગાડવા જેમાં લગ્નના ફુલેકાં, રાત્રીના ડિસ્કોડાંડિયા, મોડીરાત્રી સુધીની ચૂંટણી સભાઓ ઉપર આચારસંહિતાનો અમલ જારી કરાયો છે. ત્યારે સુરેન્દ્રનગરમાં રોજરોજ પાંચ ટાઈમ સેકંડો માટે અઝાન આપવા પૂરતાં માઈકનો મુસ્લિમ વિસ્તારોની મસ્જિદોમાં ખાસ ઉપયોગ કરવામાં આવે છે. આ નિયમ પાલનનો દંડો સીધો જ સુરેન્દ્રનગરના સુધારા પ્લોટમાં આવેલ મસ્જિદ સામે ઉગામાયો છે. જેમાં લાઉડ સ્પીકર ઉતરાવી જપ્ત કરવામાં આવતાં મુસ્લિમ સમાજમાં ભારે રોષની લાગણી જન્મી છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે રાત્રીના ઘોંેઘાટ કરતા પાર્ટીપ્લોટ અને લગ્ન મોસમમાં ઘોઘાટ કરતાં માઈકો પોલીસના ધ્યાન બહાર ગયા હોવાની ચર્ચા છે. આ બનાવને બઈ મુસ્લિમ સમાજમાં તીવ્ર રોષની લાગણી જન્મી છે. ચૂંટણી તંત્ર તથા પોલીસ તંત્ર સત્વરે લાઉડસ્પીકર પરત કરે તેમજ અઝાન પૂર્વવત માઈક પર કરાવે તે જરૂરી છે.