સુરેન્દ્રનગર,તા.૧૮
ઘરફોડ ચોરીના મુદ્દામાલ સાથે ચાર ઈસમની સુરેન્દ્રનગર એસ.ઓ.જી. પોલીસે ધરપકડ કરી છે. સુરેન્દ્રનગરના પો.ઈન્સ. શ્રી કે.એ. વાળા તથા સ્ટાફના માણસો જોરાવરનગર પો.સ્ટે. વિસ્તારમાં બાકરથરી ગામ તરફ જવાના હનુમાનજીના મંદિર પાસે આવેલ વળાંક પાસે વાહન ચેકીંગમાં હતા. તે દરમ્યાન બાતમી મળેલ કે અમુક ઈસમો ચોરી કે છળકપટથી મેળવેલ વસ્તુઓ લઈ સુરેન્દ્રનગર કોઈ જગ્યાએ વેચવા અને સુરેન્દ્રનગરમાં આવેલ બેંકોના એ.ટી.એમ. તોડી મોટી ચોરી કરનાર છે. જે અંગે તેઓ વોચમાં હતા. દરમ્યાન બાકરથળી ગામ તરફથી એક સિલ્વર કલરની હુન્ડાઈ કંપનીની ગાડી તથા તેની પાછળ એક સફેદ કલરનું એક્ટીવા મોટરસાઈકલ શંકાસ્પદ રીતે નિકળ્યું હતું. જેને રોકી ગાડીમાં જોતા ત્રણ ઈસમો બેઠેલ હતા. જે ગાડીમાં જોતા ગેસ કટરના બે બાટલા તથા ગાડીની ડેકીમાં બે ટી.વી. તથા એક થેલો પડેલ હતો. તેમજ એક્ટીવા મોટરસાઈકલના ચાલકને પણ રોકી અને ગાડીમાંની ઉપરોક્ત વસ્તુઓ બાબતે પુછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ ન આપતા ગાડીમાંના ત્રણેય ઈસમોનું પંચો રૂબરૂ નામઠામ પૂછતા ગણપતભાઈ ઉર્ફે ગણો લક્ષ્મણભાઈ પારધી (રહે. રાજસીતાપુર, ધ્રાંગધ્રા) ખાનદાસ ઉર્ફે ખાનો જેરામદાસ વાઘેલા, (રહે. ભારદ) મયુરભાઈ હરીલાલભાઈ સોલગામા, (રહે. હીરાપુર, તા. ધ્રાંગધ્રા) તથા એક્ટીવા ચાલક સતીષભાઈ ઉર્ફે સતિયો મહેન્દ્રભાઈ શ્રીમાળી, (રહે. રાજસીતાપુર તા. ધ્રાંગધ્રા) ઉપરોક્ત ગાડીમાં ઝડતી તપાસ કરતા ડ્રાઈવરની પાછળની સીટમાં બે ગેસ કટરના બાટલા કિં. રૂા. ૪૦,૦૦૦/- તથા ગાડીની ડેકીમાંથી એક કાળા કલરનું સોની કંપનીનું એલ.ઈ.ડી. ટી.વી. કિં. રૂા. ૧પ,૦૦૦/- એક કાળા કલરનું સોની કંપનીનું એલ.સી.ડી ટી.વી. કિં.રૂા. ૧૦,૦૦૦/- પહેરવાના અલગ અલગ કપડા એક કાંડા ઘડિયાળ એક માઈક્રોમેક્સ કંપનીનું ટેબલેટ કાર નંબર જીજે ૦૧ ડીટી ૭૮પ૭ કિં રૂા. પ,૦૦,૦૦૦/- તથા એક સફેદ એક્ટીવા નં. જીજે ૧૩ એસી ૯૦૧૩ કિં રૂા. ૩૦,૦૦૦/- મોબાઈલ નંગ ૬ કિં રૂા. ૮,પ૦૦/- કુલ કિં રૂા. ૬,૧૧,૮૪૦/-નો મુદ્દામાલ કબજે લીધો હતો અને ચારેય ઈસમોને સી.આર.પી.સી કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ ઈસમોએ સુરેન્દ્રનગર જિલ્લામાંથી તેમજ અમદાવાદ શહેર તથા બોટાદ જિલ્લામાં ચોરીઓ કરેલાની કબૂલાત કરેલ છે. જેમાં જોરાવરનગર, સુરેન્દ્રનગરસિટી, અમદાવાદ શાહીબાગ બે અઢી માસ પહેલા અમદાવાદ નરોડા વિસ્તારમાંથી ચોરી સોખડા ગામે માતાનો મઢમાંથી પેટી તોડી રૂા. પ,૦૦૦/-ની ચોરી, બોટાદ જતા રામદેવપીરના મંદિરની દાનપેટીમાંથી ચોરી, હિરાપુર કેનાલ પાસેનો પાનનો ગલ્લો અમદાવાદ સિટીએમ ચાર રસ્તા પાસેથી એક હિરો હોન્ડા સ્પેલેન્ડર ચોરી કરી દુધરેજ કેનાલમાં નાખી દિધેલાની કબૂલાત આપેલ છે.