સૂરજ ને દિયા અપની શુઆઓં કો યે પૈગામ
દુન્યા હૈ અજબ ચીઝ, કભી સુબહ કભી શામ
-અલ્લામા ઈકબાલ

પ્રથમ વિશ્વ યુદ્ધ પછીના સૌ પ્રથમ અને કાંઠાથી કાંઠા સુધીના સંપૂર્ણ સૂર્યગ્રહણનું અમેરિકા સાક્ષી બન્યું ત્યારે તારાઓ દિવસના મધ્યાહને બહાર આવી ગયા, પ્રાણીસંગ્રહાલયના પ્રાણીઓ વ્યાકુળ બનીને આમ-તેમ દોડવા લાગ્યા, પક્ષીઓ મંૂગામંતર થઈ ગયા અને સોમવારના આ સૂર્યગ્રહણને કારણે ધોળે દિવસે ગાઢ અંધકાર છવાઈ ગયો. ઓરેગોનથી દક્ષિણ કેરોલિના સુધીના ઉપખંડના ૪ર૦૦ કિલોમીટર સુધી દેખાયેલા આ પૂર્ણ સૂર્યગ્રહણને જોવા માટે લાખો અમેરિકનો કોસ્મિક ચશ્મા પહેરીને બેસી ગયા અને નજારો જોયા બાદ અચંબિત-મંત્રમુગ્ધ બની ગયા. અહીં આ સૂર્યગ્રહણની એવી કેટલાક તસવીરો આપી છે કે જેને જોયા બાદ આપણે પણ મંત્રમુગ્ધ થયા વગર રહી ન શકીએ.
પ્રથમ તસવીર મેડ્રાસ ઓરેગોન ખાતેથી ઝડપવામાં આવી છે જેમાં સંપૂર્ણ સૂર્યગ્રહણ વેળાએ પૃથ્વીનો ચંદ્ર-સૂરજ સામેથી પસાર થયો ત્યારે જે દૃશ્ય સર્જાર્યું હતું એ પ્રથમ તસવીરમાં દર્શાવ્યું છે. બીજી તસવીર અમેરિકાના વ્યોમિનમાં સંપૂર્ણ સૂર્યગ્રહણ સર્જાયું ત્યારે આકાશમાં એક જેટ પ્લેન ઉડાન ભરી હતી જે તસવીરમાં આબાદ ઝડપાયું છે સાથો સાથ તસવીરમાં કુદરતની વિરાટતા સામે માનવીની વામનતા પણ સ્પષ્ટ દેખાઈ આવે છે.