મુંબઈ, તા.૨૫
ગુરૂવાર (૨૬ ડિસેમ્બર)ના રોજ સૂર્ય ગ્રહણ છે. પણ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડની તરફથી તે દિવસે રમાનારી રણજી ટોફીને રીશેડ્યૂલ કરવા અથવા મેચના સમયમાં ફેરબદલ કરવાનો કોઇ નિર્ણય સામે આવ્યો નથી. જો કે, ગુરૂવારે દેશના મહત્ત્વના ભાગોમાં આંશિક સૂર્યગ્રહણ છે. પણ દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં તેની અસરકારકતા વધુ જોવા મળશે. તેવામાં જાણકારોનું માનવું છે કે, તે ખેલાડીઓ માટે સલામત નથી.
ગ્રહની શરૂઆત સવારે ૭ઃ૫૯ વાગે થશે અને તે પછી બપોરે ૧ઃ૩૫ પર સમાપ્ત થશે. ૧૦ઃ૪૭ કલાકે ગ્રહણ તેની પૂર્ણ ક્ષમતા પર રહેશે અને આશા છે કે, તે સાડા ત્રણ મિનિટ સુધી આવી રીતે રહેશે. રણજી મેચ સવારે સાડા નવ કલાકે શરૂ થાય છે.
બીસીસીઆઈના જનરલ મેનેઝર (ઓપરેશન્સ) સબા કરીમે જણાવ્યું કે ‘અમે હાલમાં મંગવારે થનારી વસ્તુઓ પર નિર્ણય કર્યો નથી. અમણે આ મેચ રેફરી પર છોડી દેવી જોઇએ. પૂર્વ ભારતીય વિકેટકિપર કરીમ ૧૯૯૦ ના દાયકામાં એક મેચમાં ભાગીદીર રહી ચુક્યા છે જેને સૂર્ય ગ્રહના કારણોસર રિશેડ્યુલ કરવામાં આવી હતી.
મેચ દરમિયાન ખેલાડીઓ પર ગ્રહણની પ્રભાવિત અસર વિશે નારાયણ નેત્રાલયના ચેરમેન અને નેત્ર નિષ્ણાંત ડો. ભુજંગ શેટ્ટીએ જણાવ્યું છે કે જો લોકો ખુલ્લી આંખે સૂર્યગ્રહણને જોવે છે તો રેટિનાને નુકસાન થઇ શકે છે. જ્યારે ગ્રહણ તેના ફાઇનલ સ્ટેજ પર હોય છે ત્યારે જોખમ વધુ હોય છે.