સૂરજ ને દિયા અપની શુઆઓં કો યે પૈગામ
દુન્યા હૈ અજબ ચીઝ, કભી સુબહ કભી શામ
-અલ્લામા ઈકબાલ

પ્રથમ વિશ્વ યુદ્ધ પછીના સૌ પ્રથમ અને કાંઠાથી કાંઠા સુધીના સંપૂર્ણ સૂર્યગ્રહણનું અમેરિકા સાક્ષી બન્યું ત્યારે તારાઓ દિવસના મધ્યાહને બહાર આવી ગયા, પ્રાણીસંગ્રહાલયના પ્રાણીઓ વ્યાકુળ બનીને આમ-તેમ દોડવા લાગ્યા, પક્ષીઓ મંૂગામંતર થઈ ગયા અને સોમવારના આ સૂર્યગ્રહણને કારણે ધોળે દિવસે ગાઢ અંધકાર છવાઈ ગયો. ઓરેગોનથી દક્ષિણ કેરોલિના સુધીના ઉપખંડના ૪ર૦૦ કિલોમીટર સુધી દેખાયેલા આ પૂર્ણ સૂર્યગ્રહણને જોવા માટે લાખો અમેરિકનો કોસ્મિક ચશ્મા પહેરીને બેસી ગયા અને નજારો જોયા બાદ અચંબિત-મંત્રમુગ્ધ બની ગયા. અહીં આ સૂર્યગ્રહણની એવી કેટલાક તસવીરો આપી છે કે જેને જોયા બાદ આપણે પણ મંત્રમુગ્ધ થયા વગર રહી ન શકીએ.
પ્રથમ તસવીર ટેન્નેસ્સીમાં આવેલા ગ્રેટ સ્મોકી માઉન્ટેઈન્સ નેશનલ પાર્કની છે કે જ્યાં ૬૬૪૩ ફૂટની ઊંચાઈએ આવેલા કલીંગમેન્સ ડોમ ખાતેથી સૂર્યગ્રહણની ઝડપવામાં આવેલી ઘણી બધી તસવીરો બાદ જ્યારે સૂર્ય ખરેખર પૂરેપૂરા ગ્રહણથી ઢંકાઈ ગયો ત્યારે હીરાની વીંટી જેવું તેનું અલૌકિક સ્વરૂપ જોવા મળ્યું હતું.
બીજી તસવીરમાં શિકાગો ઉપરથી દેખાયેલા સૂર્યગ્રહણની છે.