(એજન્સી) નવી દિલ્હી,તા.ર૮
પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવના પરિવારે તેની મુલાકાત સમયે પાકિસ્તાનના દુર્વ્યવહારના મુદ્દે સંસદમાં જવાબ આપતા વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું કે પાકિસ્તાને હદ બહાર અમાનવીયતા બતાવી. કુલભૂષણની માતા, તેની પત્ની ના મંગલસૂત્ર, ચાંલ્લા અને બંગડીઓ પણ ઉતારી લેવાઈ. કુલભૂષણની માતાએ પાકિસ્તાની અધિકારીઓને કહ્યું કે આ સુહાગની નિશાની છે. તેને ઉતારાય નહીં. તો પણ બળજબરીથી ઉતારાવાઈ બંને સાસુ-વહુને વિધવાની માફક રજૂ કરાઈ સુષમા સ્વરાજે સંસદમાં કહેલી ૧૦ વાતો.
૧. કુલભૂષણ જાધવની સામે માતા ચાંલ્લા-ચૂડી વગર પહોંચી કે તરત જ કુલભૂષણ યાદવે સવાલ કર્યો કે બાબા કેમ છે ? કારણ કે માતાને જોઈ જાધવને શક પડ્યો હતો કે પરિવારમાં કોઈ અનહોનિ ઘટના બની ગઈ લાગે છે.
ર. મુલાકાત પહેલાં કુલભૂષણની પત્નીના ચંપલ ઉતારી દેવાયા. જે પરત કર્યા નહીં. પાકિસ્તાને કહ્યું કે તેમાં રેકોર્ડર છે. પરંતુ તેવું ન હતું. બે ફલાઈટમાં સફર કરી હતી. જો આવું હોત તો એરપોર્ટ પર ચેકિંગ સમયે આવી ચીજ પકડમાં આવી જતી. આવા વ્યવહારની વ્યાખ્યા કરી ન શકાય. વારંવાર ચંપલ પાછા માંગ્યા છતાં આપ્યા નહીં.
૩. મુલાકાત દરમિયાન માનવીય અભિગમના બદલે ભયનો માહોલ બનાવ્યો હતો.
૪. માતાને મરાઠી બોલવા દેવાયા નહીં. બે પાકિસ્તાની અધિકારી ટાંકતા રહ્યા. વચ્ચે ઈન્ટરકોલ પણ બંધ કરી દેવાયો.
પ. પરિવાર સાથે મુલાકાત દરમિયાન જાધવ ખૂબ જ તનાવમાં હતો. જેલના અધિકારીઓએ જે સમજાવ્યું હતું તેજ બોલી રહ્યો હતો. કુલભૂષણ સ્વસ્થ ન હતો.
૬. માનવતાના નામે કરાયેલ બેઠકમાં માનવતા જ ગાયબ હતી. માતાની બેટા સાથે અને પત્નીની પતિ સાથેની મુલાકાતને પાકિસ્તાને તમાશો બનાવ્યો.
૭. પાકિસ્તાની અધિકારીઓને તેમની કારને જાણીને રોકી જેથી મીડિયા પરિવારને તંગ કરે અને અભદ્ર સવાલ કરી પરેશાન કરે. જૂની બાબતે પાકિસ્તાની અધિકારી શરારત કરશે. તેવી શંકા હતી.
૮. સુષમા સ્વરાજે રાજસભામાં કહ્યું કે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં અમે કુલભૂષણ જાધવની ફાંસીને રોકવામાં સફળ થયા.
૯. ઉલ્લેખનીય છે કે ગયા સોમવારે જાધવના પરિવારે પાકિસ્તાનમાં મુલાકાત કરી તે સમયે બંગડીઓ ચાંલ્લો અને મંગલસૂત્ર ઉતારી લેવાયું જે ભાવનાની વિરુદ્ધ છે.
૧૦. પાકિસ્તાને કહ્યું કે જાધવની પત્નીના જૂના સુરક્ષા કારણોસર જપ્ત કરાયા હતા. અને તે ફેરેન્સિક લેબમાં મોકલાયા છે. જેમાં કંઈક હોવાનો શક હતો.
સુષમા સ્વરાજે પાકિસ્તાનની નાપાક યોજનાનો પર્દાફાશ કર્યો

Recent Comments