(એજન્સી) પાલઘર, તા.૧ર
ભારત જાપાન સમર્થિત બુલેટ ટ્રેનનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગુમાવી શકે છે. બુલેટ ટ્રેન માટે સરકારને ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં જમીન સંપાદન કરવાની છે પણ ખેડૂતો દ્વારા અતિશય વિરોધોના લીધે જમીન સંપાદનનું કાર્ય મુશ્કેલ જણાય છે જેથી પ્રોજેક્ટ રદ પણ થઈ શકે છે.
વડાપ્રધાન કાર્યાલયે હવે પ્રોજેક્ટની અઠવાડિક રિપોર્ટ મંગાવે છે સરકારને જાપાનને વિશ્વાસ અપાવવો છે કે મહારાષ્ટ્રમાં જમીન સંપાદન કરવામાં સફળ થશે. સ્થાનિકો દ્વારા બુલેટ ટ્રેનનો વિરોધ થઈ રહ્યો છે જેના પરીણામે ત્યાંના ખેડૂતો પોતાની જમીનો આપવા તૈયાર જ નથી. બુલેટ ટ્રેનનો પાંચમો ભાગ જ મહારાષ્ટ્રમાં પડે છે. અર્થાત ૧૦૮ કિ.મી. માર્ગ મહારાષ્ટ્રમાં છે.
ત્યાંના એક ફળ ઉગાડનાર ખેડૂતે જણાવ્યું કે ત્રણ દાયકાઓની મહેનત પછી હું પગભર થયો છું અને સરકાર કહે છે કે હું જમીન આપી દઉં. હું કોઈપણ કિંમતે પોતાની જમીન આપીશ નહીં.
ભારતમાં જમીન સંપાદન કરવી ખૂબ જ અઘરી બાબત છે. ખૂબ જ નાની જમીન ધરાવતા ખેડૂતો મોટી મુશ્કેલીઓ ઊભી કરે છે. આ જ પ્રશ્નના લીધે સઉદી આરબ સાથેની રિફાઈનરી તો પ્રોજેક્ટ અટકેલ છે.
રેલવેના અધિકારીએ જણાવ્યું કે, જો અમે ડિસેમ્બર મહિના સુધી જમીન હસ્તગત નહીં કરી તો કદાચ જાપાન દ્વારા અપાતી લોનથી વંચિત રહીશું. જાપાન ભારતને ખૂબ જ નજીવા વ્યાજના દરે પ૦ વર્ષ માટે ૧ લાખ કરોડ રૂપિયાની લોન બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે આપી રહ્યો છે. ભારત સરકારનું સ્વપ્ન છે કે બુલેટ ટ્રેન ર૦ર૩ સુધી દોડતી થઈ જાય.
ભારત જાપાન સમર્થિત બુલેટ ટ્રેનનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ લક્ષ્ય પૂરું નહીં કરાતાં ગુમાવી શકે છે : સૂત્રો

Recent Comments