(એજન્સી) લખનૌ, તા.૨
ઉત્તર પ્રદેશ ભાજપ અધ્યક્ષ સ્વતંત્ર દેવસિંહે બુધવારે અખિલેશ યાદવ પર નિશાન સાધતા ચેલેંજ કર્યું કે સમાજવાદી પાર્ટીના પ્રમુખે પાકિસ્તાનમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને સમજવા માટે એક મહિના સુધી ત્યાં રહેવું જોઈએ. તેમણે NPR અને NRC વિરોધ કરવા અંગે અખિલેશ યાદવ પર નિશાન સાધ્યું.
સિંહે આ પણ જણાવ્યું કે સંશોધિત નાગરિકતા કાયદો ગરીબોની વિરૂદ્ધ નથી અને તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા આ કાયદા વિશે લોકોને ગેરમાર્ગ દોરી રહ્યા છે.
રાજ્ય ભાજપ પ્રમુખે જણાવ્યું કે, “ અખિલેશે એક મહિના સુધી પાકિસ્તાનમાં રહેવું જોઈએ. અને હિન્દુ મંદિરમાં પૂજા કરવી જોઈએ, તેયારે તેમને સમજમાં આવશે કે પાકિસ્તાનમાં હિન્દુઓ પર કેવા અત્યાચાર થઈ રહ્યા છે. “ આ પહેલા યાદવે ૨૯ ડિસેમ્બરે જણાવ્યું હતું કે NPR અને NRC દેશના ગરીબો અને લધુમતીઓની વિરૂદ્ધ છે. અને તે NPRનું ફોર્મ નાહિ ભરે.
સિંહે વૃંદાવન સ્થિત એક ગૌશાળામાં જણાવ્યું કે, “અનપીઆરમાં કંઈ પણ ખોટું નથી કારણ કે તેમાં આધાર કાર્ડ અથવા ડ્રાઈવિંગ લાઈસન્સ આપવા જેવા સરળ વિકલ્પ છે. “ તેમણે યાદવ પર પોતાની પાર્ટીના કાર્યકર્તાઓની અવગણના કરવા અને પરિવારને આગળ વધારવાનો પણ આરોપ લગાવ્યો.
તેમણે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીને પણ નિશાન પર લીધા અને જણાવ્યું કે તે લોકોને CAA વિશે ગેરમાર્ગ દોરવા ઈચ્છે છે. તેમણે જણાવ્યું કે CAA ગરીબોના હિતમાં છે અને માટે તેની પર સ્વસ્થ રાજકરણ થવું જોઈએ.
સિંહે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ પાકિસ્તાનમાં સતામણીનો સામનો કરનારા લોકોને સન્માનજનક જીવન આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે CAA પર કોંગ્રેસ અને સપાના નકારાત્મક વલણના કારણે ના તો હિન્દુ તેમને વોટ આપશે અને ના મુસ્લિમો તેમણે આ પાર્ટીઓના નેતાઓ અને JNU તેમજ જામિયા મિલ્લિયા ઈસ્લામિયાના વિદ્યાર્થીઓને CAA વાંચવાની સલાહ આપી.