(સંવાદદાતા દ્વારા)
વડોદરા,તા.૨
પ્લાસ્ટિક મુકત ભારત ઝુંબેશ હેઠળ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૦ અંગે જનજાગૃતિના ભાગરૂપે પર્યાવરણની જાળવણી કરવાનાં હેતુથી સીંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ નહીં કરવાના શપથ લઇ વડોદરામાં સ્વચ્છતા રેલી યોજાઇ હતી.
ગાંધીનગર ગૃહથી ખંડેરાવ માર્કેટ સુધી યોજાયેલી રેલીમાં સેંકડો નાગરીકો હાથમાં પ્લેકાર્ડ તથા પોસ્ટરો લઇને જોડાયા હતા અને સ્વચ્છતાનો સંદેશો પાઠવ્યો હતો. મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીનાં ભાગરૂપે યોજાયેલી રેલીમાં હાજર રહેલા પદાધિકારીઓએ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી. અને આ પ્રસંગે દર અઠવાડિયે બે કલાક શ્રમદાન કરવા સીંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા પ્લાસ્ટિકના થેલીને બદલે કપડાની થેલીનો ઉપયોગ કરવા સહિતના સ્વચ્છતાલક્ષી શપથ લેવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજ્યનાં કક્ષાનાં મંત્રી યોગેશ પટેલે શહેરીજનોને પ્લાસ્ટિકનો બહિષ્કાર કરવા અને શહેરને સ્વચ્છ બનાવવા અપીલ કરી છે.
પ્લાસ્ટિક મુક્ત ભારત ઝુંબેશ હેઠળ વડોદરામાં સ્વચ્છતા રેલી યોજાઈ

Recent Comments