અમદાવાદ,તા. ૨૪
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મનની વાતને ત્રણ વર્ષ પૂરા થયા ૩૬મી વખત પોતાની મનની વાત કહેતાં વડાપ્રધાને સ્વચ્છતા એ જ સેવા અને તેમના સ્વચ્છતા અભિયાનને આગળ ધપાવવા દેશવાસીઓને કરેલા અનુરોધને પગલે શહેરમાં નવા વાડજ વોર્ડમાં તેનો તાત્કાલિક અને અસરકારક અમલ જોવા મળ્યો હતો. નવા વાડજ વોર્ડના મહામંત્રી, મંત્રી, સ્થાનિક કોર્પોરેટરો સહિતના આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરોએ જાહેરમાં રસ્તાઓ પર કચરો વાળી, ગંદકી-કૂડો ઉપાડી લોકોને સ્વચ્છતાનો અનોખી રીતે સંદેશ આપ્યો હતો અને આ જાગૃતિ મારફતે લોકોને પણ વડાપ્રધાનના સ્વચ્છતા અભિયાનમાં સામેલ થવાનો જાણે સંકલ્પ લેવડાવ્યો હતો. સ્વચ્છતાના મુદ્દે કરાયેલી હૃદયસ્પર્શી અપીલ બાદ નવા વાડજ વોર્ડમાં આજે તેના અમલીકરણના દ્રશ્યો જોવા મળ્યા હતા. અનેક લોકોએ શરમ કે સંકોચ રાખ્યા વિના ભરતડકામાં હાથમાં ઝાડુ-સાવરણીઓ લઇ જાહેર રસ્તાઓ સાફ કરવા માંડયા હતા, તો રસ્તાની બંને બાજુ અને ખૂણેખાંચરે પડેલા કચરા, નકામી ચીજવસ્તુઓ અને કાદવ-કૂડાને પણ ઉપાડીને સાફ કર્યા હતા. લગભગ બે કલાક સુધી સફાઇ અભિયાન ચલાવી ભાજપના આગેવાનો અને કાર્યકરોએ એકત્ર કરાયેલા કચરાનો અમ્યુકોના કચરો ઉપાડનારી ટીમને બોલાવી તેના મારફતે પધ્ધતિસર નિકાલ કરી બતાવ્યો હતો અને આ પ્રકારનો એક અનોખો સંદેશ સ્થાનિક લોકોને પણ આપ્યો હતો.
સ્વચ્છતા અભિયાનને પગલે કચરો વાળી લોકજાગૃતિ ફેલાવી

Recent Comments