વડિયા, તા.ર૧
પાટીદાર શહીદ યાત્રા ફરતી ફરતી સવારે વડિયામાં આવી પહોંચી હતી. વડિયા મુકામે ધર્મેન્દ્ર પાનસુરિયા પાસ કન્વીનર દ્વારા સ્વાગત કરાયું હતું. આ શહીદ યાત્રા રાજકોટ જિલ્લાના રાણસીકી ગામેથી કુંકાવાવ તાલુકાના મેઘાપીપળિયા ગામે પ્રવેશી હતી. ત્યાંથી ખજુરી, ખજુરીપીપળિયા, અર્નિંકા, સુર્યપ્રતાપ ગઢ, ખાખરિયા, ખલખડ થઈ વડિયા પ્રવેશ કર્યો હતો. આ શહીદ યાત્રામાં દિલીપ શિંગાળા, સત્યમ મકાણી, રવિદ્રભાઈ રાદડિયા, બાવળથી રમેશભાઈ પાનસુરીયા તોરીથી હરેશ વોરા-ખડખથી ભાર્ગવ જોગાણી મેઘાપીપળિયાથી વત્સલ કાપડિયા ઉપસ્થિત રહી. ગામેગામ આ શહિદ યાત્રાનું સ્વાગત કરાયું હતું. આ શહીદ યાત્રામાં દિલીપ શાબવા જતીન પટેલ, મુકેશ પટેલ, વિમલ પટેલ વગેરે જોડાયા હતા. આ શહીદયાત્રા વડિયાથી કુંકાવવા થઈ અમરેલી તરફ પ્રસ્થાન કરશે.
વડિયામાં પાટીદાર શહીદ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું

Recent Comments