અમદાવાદ, તા.૨૩
સરકાર દ્વારા રાજ્યના છેવાડાના નાગરિકોને સત્વરે સચોટ ન્યાય મળે તે માટે અધિકારીઓ પણ કાળજી રાખે તે બાબત પર સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અંતર્ગત ગઈકાલે જ મહેસૂલ મંત્રીએ વાત કરી હતી, ત્યારે સ્વાગત ઓન લાઈન કાર્યક્રમ બંધ કરવાની સૌપ્રથમ અરજી કરવામાં આવી છે. વડગામ તાલુકાના યુવકે મુખ્યમંત્રીને આ કાર્યક્રમ બંધ કરવાની અરજી કરી છે. સ્વાગત કાર્યક્રમમાં ન્યાય ન મળતા, કાર્યક્રમ બંધ કરવાની અરજી કરવામાં આવી છે. નોંધનીય છે કે નાગરિકોના પ્રશ્નો જો અધિકારીઓ કે સરકારી તંત્ર દરકાર ન કરે તો તેઓ ઓનલાઈન મુખ્યમંત્રીને કરી શકે છે. આ કાર્યક્રમની શરૂઆત નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીને ઓનલાઇન ફરિયાદ કરી તેનો નિકાલ ફરિયાદીના હાજરીમાં થાય તેવી વ્યવસ્થા મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે. છતા પણ કેટલાક અધિકારીઓ તેમથી છટકબારીઓ શોધી લે છે. જેને કારણે અરજકર્તાને ન્યાય મળી શકતો નથી.