(એજન્સી) રાંચી, તા.ર૦
ઝારખંડમાં જાણીતા સમાજસેવી સ્વામી અગ્નિવેશ સાથે ભાજપ યુવા મોરચાના સભ્યોએ કથિત મારપીટ સ્વામી દ્વારા વડાપ્રધાન મોદી અને હિન્દુત્વવાદીની ટીકા બદલ કરી હોવાનું મનાય છે.
કેટલાક સમય પહેલા મુંબઈમાં એક હોસ્પિટલના ઉદ્ઘાટન સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભગવાન ગણેશનું મસ્તક પ્લાસ્ટિક સર્જરી દ્વારા પાછું તેમના શરીર સાથે જોડવામાં આવ્યું હતું. મોદીએ આ પહેલાં એવું નિવેદન આપ્યું હતું કે, ૧૦૦ કૌરવોનો જન્મ એટલા માટે થઈ શક્યો કે તે સમયમાં પણ સ્ટેમ સેલની પદ્ધતિ ઉપલબ્ધ હતી. આ મુદ્દે સ્વામીજીએ કહ્યું હતું કે, જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે નેપાળ અને બાંગ્લાદેશ જાય છે અને ત્યાં જઈ ર-ર કલાક સુધી પૂજાપાઠ કરે છે. મંદિરમાં રહે છે. તે ગેરબંધારણીય છે. કારણ કે તે ત્યાં પોતાના બદલે સમગ્ર દેશનું પ્રતિનિધિત્વ કરે છે અને તેમના આ વ્યવહારથી તે ભારતની ધર્મનિરપેક્ષ છબિને ખરાબ કરે છે. સ્વામી અગ્નિવેશે કુંભના મેળા અંગે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, લોકોને લાગે છે કે, કુંભ સ્નાન કરવાથી તેમના પાપ ધોવાઈ જશે. પરંતુ શ્રદ્ધાળુઓની ભીડમાં જે લોકો મૃત્યુ પામે છે તેનું શું ? કદાચ સ્વામી અગ્નિવેશના બુદ્ધિપૂર્ણ તાર્કિક નિવેદનો હિન્દુત્વવાદી સંગઠનોના ગળે ન ઊતર્યા. એમાં કોઈ શંકા નથી કે જે સંગઠનોની શાખાઓમાં વ્યાયામના નામે લાઠી અને તલવાર ચલાવવી અને ઈતિહાસના નામે ફેક ન્યૂઝ શીખાવાડવામાં આવતા હોય તેમાં કાર્યરત યુવાનોનું આ વર્તન આશ્ચર્યજનક નથી. પરંતુ હિંસાથી વ્યક્તિને રોકી શકાય છે. તેના વિચારોને નહીં.
સ્વામી અગ્નિવેશની એ ટિપ્પણીઓ જે સંઘીઓના ગળે ન ઊતરી

Recent Comments