નિર્દોષ-નિરપરાધી શ્વેત સફેદ રંગ કેવી રીતે નિષ્ઠાવાન છે, તેને સરળતાથી સમજી શકાય તેમ નથી. તે નિરવતાથી શ્વાસ લે છે અને મૌનભાવથી ગીત ગાય છે તે ફૂલ ગુલાબી શિયાળાનો સાર છે અને વિશાળ દરિયાનો આત્મા છે. ‘સફેદ’ શબ્દ જ સ્વયં એક વિશેષ ચમક ધરાવે છે, તે શુદ્ધતા દર્શાવે છે અને શાંતિનો પાઠ શીખવે છે.
ચેરીની જેમ લાલાશ પડતી સુંદરતા, વસ્ત્રોમાં લપેટાયેલું નવજાત બાળક, માનવીઓનો સારતત્ત્વ ગણાતો આત્મા, સદાબહાર હીરાઓ અને પાનાઓ. આ તમામ ચીજો રંગબેરંગી રંગોથી રંગાયા વિના પણ સુંદરતાના શ્વેત રંગમાં તરબોળ થયેલી હોવાથી હૈયાને ટાઢક આપે છે. સફેદ રંગની સુંદરતા પણ આપણી આંખોને તાજગી બક્ષી જાય છે, પરંતુ તેમ છતાંય આપણા માનસપટ પર સફેદ રંગની શૂન્યતા અંકિત થઈ જાય છે.
શાંતિની પાંખો પણ સફેદ હોય છે. શાંતિમય હોવાની સાથે-સાથે તે નિર્વિવાદિત પણ છે. શાંતિ અને શ્વેત રંગના સુભગ સમન્વયથી બનેલા આ આકાશમાં આપણને મૌનની અનુભૂતિ થાય છે.
આકાશી સુંદરતામાં વધારો કરતાં એ દૂધ જેવા સફેદ વાદળો, આકાશના આભૂષણ સમાન ચંદ્રમા, નદીઓના ખળખળ વહેતા એ પાણીમાંથી રેલાતા સુમધુર સૂરો આપણને અનંતતા અને આનંદની અનુભૂતિ કરાવે છે. સાથે જ આ બધું જ આપણને સફેદ રંગમાં કેટલી શોભા અને કેટલું સૌંદર્ય છે તેનો અહેસાસ કરાવે છે.
કુર્આન કે હદીસમાં કોઈ એવી ચોક્કસ ચીજનો ઉલ્લેખ નથી જે ઈસ્લામનું પ્રતિનિધિત્વ કરી જતી હોય. સમયની સાથે કેટલાક રંગો અને ચિહ્નો મુસ્લિમો તથા ઈસ્લામિક આસ્થા સાથે વણાઈ ગયા છે.
ધર્મગ્રંથોમાંથી તારા અને અર્ધચંદ્રાકાર જેવા ચિહ્નો તારવવા ઉપરાંત આજે જે રંગો સામાન્ય રીતે ઈસ્લામ સાથે જોડાયેલા છે તે માત્ર સદીઓથી ચાલી આવતી સાંસ્કૃતિક પરંપરાઓનું પરિણામ છે.
ઈસ્લામ સાથે લીલો અને સફેદ રંગ કદાચ સૌથી વધારે વણાયેલો છે. સફેદ રંગ શાંતિ અને શુદ્ધતાનું પ્રતીક છે અને તેથી જ જુમ્આની નમાઝ વખતે મોટાભાગે મુસ્લિમો શ્વેત રંગના વસ્ત્રો ધારણ કરે છે. હજયાત્રા પર જતી વખતે પણ તેઓ એહરામ પરિધાન કરે છે. ખલીફા કાળ દરમિયાન પણ યુદ્ધ સમયે પોતાના યુદ્ધના ધોરણો માટે સફેદ રંગના વસ્ત્રો પસંદ કર્યા હતા અને ત્યારથી તે અનેક ઈસ્લામિક પરચમ (ધ્વજા) પર જોવા મળે છે.
ઈ.સ. ૧૮૦૦ના અંત ભાગમાં પક્ષીઓ માટે કાયદાકીય સંરક્ષણ મેળવનાર ગઠબંધનની રચના થઈ ત્યાં સુધીમાં તો યુએસમાંથી ગ્રેટ ઈગ્રેટ નામના પક્ષીઓની જાત લગભગ લુપ્ત થઈ ગઈ હતી. ત્યારથી ગ્રેટ ઈગ્રેટે સંરક્ષણ અને રાષ્ટ્રીય ઓકબોન સોસાયટીનું વિશેષ ચિહ્ન બની ગયું છે.
પ્રસ્તુત તસવીર સૂર્યાસ્ત દરમિયાન ઈગ્રેટ પક્ષીઓની વસાહત ખાતે લેવામાં આવેલી છે. જેમાં તસવીરકારે કેમેરાનો આઈએસઓ વધારીને આ તસવીર લેવાનો પ્રયત્ન કરતાં તેમાં લીલા રંગની ચાંચ ધરાવતા આ પક્ષીનો સુંદર નજારો કેદ થયો હતો. ઉપરાંત પાંખો ફેલાવીને બેઠેલું આ પક્ષી ખૂબ જ સુંદર લાગતું હતું. જેની તસવીરને કેમેરામાં કંડારી લેવામાં આવી હતી. આ તસવીર આપણને ઓકબોનની પેઈન્ટિંગની યાદ અપાવે છે.
બીજી તસવીર વિશ્વના સૌથી ઊંચા પક્ષીઓમાંથી એક ગણાતા પક્ષી રેડ ક્રાઉન્ડ ક્રેનની છે. આ બગલાની ગરદનના ભાગે કાળા અથવા રાખોડી રંગના પીંછા જોવા મળે છે જ્યારે તેના બાકીના શરીર પર કાળા રંગના પીંછા ધરાવે છે. તેના માથાના ભાગે લાલ રંગના ડાઘ જોવા મળે છે. આ પક્ષીઓ દ્વારા કરવામાં આવતા આકર્ષક નૃત્યનો નજારો સુંદર હોય છે. આ પક્ષીઓ પોતાના સાથી પક્ષીઓ સાથેના સંબંધને સુદૃઢ બનાવવા માટે તે સાથી પક્ષી સમક્ષ નમન કરે છે. માથાના ભાગને હલાવે છે અને ઉછળ-કૂદ કરે છે.
આ મોહક પક્ષીઓના સમૂહને નૃત્ય કરતાં જોઈને આપણું પણ મન પ્રફૂલ્લિત થઈ જાય છે. આ વસાહતની ચારેકોર બરફની ચાદર છવાયેલી હોવા છતાં પક્ષીઓનો શુદ્ધ શ્વેત રંગ આપણને વધુ મનમોહક લાગે છે. આ પક્ષીઓનો રંગ અને સૌંદર્ય આપણને મંત્રમુગ્ધ કરી દે છે. આ પક્ષીઓને જોતા “જુન પાકુ”નામનો એક શબ્દ યાદ આવે છે. જેના બે અર્થ છે. ‘શુદ્ધતા દર્શાવતો સફેદ રંગ’ અને ‘બરફ જેવો સફેદ રંગ’.