(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.૧૧
જામનગરની જી.જી. હોસ્પિટલના સર્જીકલ યુનિટ-૩મા ડોકટર તરીકે રહેલા નિકુંજ ચૌહાણ, તેમના મિત્ર ડૉ.સિદ્ધાર્થ જોષી, ડૉ.સચિન ભાજપાયી, ડૉ.રીધમ ખંઢેરિયા, ડૉ.હેમંત મિશ્રા અને અન્ય ત્રીસેક મિત્રો મોજ માણવા માટે અલગ-અલગ વાહનોમાં જામનગરથી લાલપુર ધોરીમાર્ગ વચ્ચે આવેલા હરિપર ગામ નજીકના દેશી ભાણું પરોઠા હાઉસ પાસેના સ્વિમિંગ પૂલમાં પહોંચ્યા હતા. તેઓ ન્હાવા માટે સ્વિમિંગ પૂલમાં ઉતર્યા હતા. આ સ્વિમિંગ પૂલમાં ન્હાતા ન્હાતા ડૉ.નિકુંજ ચૌહાણ અચાનક ડૂબવા લાગતા તેઓની સાથે રહેલા અન્ય તબીબોએ તાત્કાલિક નિકુંજને બહાર કાઢયો હતો, પરંતુ તે પહેલાં વધુ પડતું પાણી પી ગયેલા નિકુંજભાઈ બેશુદ્ધ બની ગયા હતા સાથે આવેલા વાહનો પૈકીની મોટરમાં ડૉ.નિકુંજને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ યુવાનને આઈસીયુમાં તાત્કાલિક સારવાર આપવામાં આવતા તેઓ ભાનમાં આવ્યા હતા. તેઓનું જી.જી. હોસ્પિટલ પોલીસ ચોકીના જમાદાર નારણભાઈ લૈયા તથા મગનભાઈ ચનિયારાએ નિવેદન નોંધ્યું છે જેમાં ખૂલ્યા મુજબ તે સ્વિમિંગ પુલમાં નિયમ મુજબ લાઈફ ગાર્ડ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાનું બહાર આવ્યું છે.
લાલપુર ધોરીમાર્ગ પર બનાવવામાં આવેલા સ્વિમિંગ પુલમાં તાલીમી તબીબ ડૂબ્યા

Recent Comments