સાવરકુંડલા, તા.ર૪
હાલ રાજ્યભરમાં સ્વાઈનફ્લુનો કહેર વધી રહ્યો છે અને ૩૯૭ જેટલા કેસ નોંધાયા છે અને ૧૫ લોકો માત્ર સૌરાષ્ટ્રમાં મોતને ભેટ્યા છે ત્યારે રાજુલાના યુવક મહેશભાઈ હાનાણીએ પોતાના આયુર્વેેદિક સંશોધનથી સ્વાઈનફ્લુની અગરબત્તી શોધી છે જે અગરબત્તીનો ધૂપ માત્ર લેવાથી રોગીના શરીરનો સ્વાઈનફલુ મટી જતો હોવાનો દાવો કરાયો છે. હર્બલ અને આયુર્વેદિક રીતે આ અગરબત્તી બનાવેલ છે.
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મહેશ હાનાણી નામના એક યુવકે સ્વાઈનફ્લુને ડામવા માટે એક અગરબત્તી બનાવી છે. જે અગરબત્તીનો ધૂૂપ માત્ર શ્વાસમાં લેવાથી શરીરના સ્વાઈનફ્લુના જીવાણુ નાશ પામે છે અને આ સિવાય પણ અનેક રોગોમાં આ અગરબત્તી કામ આપે છે. જેમાં તાવ, શરદી, ઉધરસ, ચેપી રોગો, કફ સહિતની બીમારી આ અગરબત્તીનો ધૂપ મટાડી આપે છે. રાજુલાના સંશોધક દાવો કરી રહ્યા છે જો કે, આ અગરબત્તીને સરકાર દ્વારા પ્રમાણિત કરાઈ છે અને રાજુલા જાફરાબાદ મેડિકલ એસોસીએશનના પ્રમુખ ડોકટર ઇકબાલ હીરાની પણ આ અગરબત્તીને સમર્થન આપે છે અને તેઓ જણાવે છે કે, મેં આ અગરબત્તીને ચકાસી છે તે અગરબત્તીના આયુર્વેદિક દ્રવ્યો સારૂં કામ આપે છે અને લોકોને ચોક્કસ ફાયદાકારક છે. ત્યારે સામાન્ય રીતે આયુર્વેદમાં તમામ રોગોની દવા છે પરંતુ તેના જાણકાર હોવા જરૂરી છે ત્યારે રાજુલાના મહેશભાઈએ સ્વાઈનફ્લુની અગરબત્તી શોધી છે. તેની પેટન સરકાર અપનાવે તો સાવ સસ્તી દવા આ સ્વાઈનફલૂની થઈ શકે તેમ છે અને ગરીબ માણસો મોંઘા ખર્ચથી બચી શકે તેમ છે. જો કે, આ યુવાને સ્વાઈનફ્લુના દર્દીઓ પર આનો પ્રયોગ કર્યો છે કે, કેમ ? તે જાણી શકાયું નથી.