અમદાવાદ,તા. ૨૮
રાજ્યભરમાં જીવલેણ સાબિત થઇ રહેલા સ્વાઇન ફલુની પરિસ્થિતિ દિન પ્રતિદિન વધુને વધુ ભયાનક બની રહી છે. સ્વાઈન ફ્લુના કારણે આજે રાજ્યમાં વધુ ૭ લોકોના મોત થતા મૃત્યુ આંક ૩૩૮ થયા હતા અને વધુ ૧૮૭ કેસ સપાટી ઉપર આવ્યા હતા જે પૈકી એકલા અમદાવાદમાં ૭૮ કેસ સપાટી ઉપર આવ્યા છે જ્યારે આજે વધુ ૭ લોકોના મોત થયા હતા તે પૈકી એકલા અમદાવાદમાં ૪ લોકોના મોત થયા હતા. રાજ્યમાં સ્વાઈન ફ્લુના કારણે મોતનો આંકડો વધીને ૩૩૮ ઉપર પહોંચી ગયો છે જ્યારે રાજ્યભરમાં કુલ કેસોની સંખ્યા વધીને ૪૫૮૯ ઉપર પહોંચી ગઈ છે. ગઇકાલે શનિવારના દિવસે સ્વાઈન ફ્લુના લીધે વધુ સાતના મોત અને ૧૯૭ કેસ નોંધાયા હતા. નવા નવા કેસ દર્શાવે છે કે ગુજરાતમાં હાલત કફોડી બનેલી છે. સરકારી આંકડા દર્શાવે છે કે, છેલ્લા ૧૦ દિવસના ગાળામાં સ્વાઈન ફ્લુના કારણે ૯૬ના મોત થઇ ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આટલા ગાળામાં જ સ્વાઈન ફ્લુના કેસોની સંખ્યા ૨૦૭૫ થઇ ગઇ છે. તેમછતાં સરકારી તંત્ર સાચા આંકડા બહાર ના આવે અને લોકોમાં સ્વાઇન ફુલની સાચી પરિસ્થિતિ ખુલ્લી ના પડી જાય તે હેતુથી સાચી આંકડાકીય માહિતી પણ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે પરંતુ તેમછતાં સ્વાઇન ફલુના મામલે સરકાર અને સત્તાવાળાઓની નિષ્ફળ કામગીરી ખુલ્લી પડી જ ગઇ છે. આ સિવાય અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર, કચ્છ-ભુજ સહિતના વિસ્તારોમાં પણ સ્વાઇન ફલુના ભરડામાં સંખ્યાબંધ લોકો હોમાયા છે. અત્યારસુધીનો કુલ મૃત્યુઆંક ૩૩૮ સુધી પહોંચી ગયો છે. ખુદ સરકારી તંત્રના દાવા મુજબ, રાજયભરમાં સ્વાઇન ફુલને લઇ હાથ ધરાયેલા સર્વેક્ષણમાં અત્યારસુધીમાં શંકાસ્પદ જણાતાં હજારો વ્યકિતઓને પ્રોફાઇલેકટીક સારવાર હેઠળ આવરી લેવાયા છે. રાજયમાં હાલ સ્વાઇન ફલુના સેંકડો દર્દીઓ વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જે પૈકી ૨૧ દર્દીઓ વેન્ટીલેટર પર છે. દરમ્યાન સરકાર અને મહાનગરપાલિકા સત્તાવાળાઓ દ્વારા રાજયની વિવિધ સરકારી હોસ્પિટલોમાં સ્વાઇન ફુલના રક્ષણ માટે આર્યુવેદિક ઉકાળાનું વિતરણ થઇ રહ્યું છે. સરકારના આરોગ્ય તંત્ર અને ટીમો દ્વારા સર્વેક્ષણ થઇ રહ્યું છે.
સ્વાઈન ફ્લૂના અજગરી ભરડામાં વધુ સાત લોકોએ જીવ ગુમાવ્યા

Recent Comments