અમદાવાદ, તા.૮
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં છેલ્લા ૨૪ કલાકમાં સ્વાઈન ફ્લુના લીધે વધુ બે લોકોના મોત થયા છે અને ૫૯ નવા કેસ સપાટી ઉપર આવ્યા છે. આની સાથે જ અમદાવાદ શહેરમાં વર્ષ ૨૦૧૭માં હજુ સુધી સ્વાઈનફ્લુના કેસોની સંખ્યા વધીને ૨૨૬૫ સુધી પહોંચી અને મોતને આંકડો જાન્યુઆરીથી લઇને હજુ સુધી ૧૩૧ સુધી પહોંચ્યો છે. માત્ર સપ્ટેમ્બર મહિનામાં માત્ર ૮ દિવસના ગાળામાં સ્વાઈન ફ્લુના ૩૪૩ કેસો નોંધાઈ ચુક્યા છે અને મોતનો આંકડો આઠ દિવસમાં જ ૨૦ સુધી પહોંચી ગયો છે જે સ્વાઈન ફ્લુની ખતરનાક સ્થિતિનો સંકેત આપે છે. હજુ સુધી ૧૮૯૮ દર્દીઓને રજા આપવામાં આવી છે. મળેલા અહેવાલ મુજબ કુલ ૨૦ દર્દીઓ વેન્ટીલેટર પર છે. ૮ દર્દી બાયપેપ પર, ૩૪ દર્દીઓ ઓક્સિજન ઉપર અને ૧૨૨ દર્દીઓ સ્ટેબલ હાલતમાં છે. ગત માસથી શરૂ થયેલા સ્વાઈનફલૂના કેસ તેમજ આ રોગથી મૃત્યુ પામનારાઓની સંખ્યા ઘટવાનુ નામ ન લઈ રહ્યું નથી. વધુ બેના મોત થયા બાદ આ માસની શરૂઆતથી ૮ દિવસની અંદર કુલ મળીને ૨૦ લોકોના મોત થવા પામ્યા છે.આ અંગેની વિગત એવી છે કે,રાજયની સાથે અમદાવાદ શહેરમા પણ આ વર્ષે ઓગસ્ટ માસની શરૂઆતથી સ્વાઈનફલૂના રોગે કહેર મચાવ્યો છે અમદાવાદ શહેરમા પુરા થયેલા ઓગસ્ટ માસમા પરિસ્થિતિ એવી જોવા મળતી હતી કે શહેરના વિવિધ વિસ્તારોમા રોજ સરેરાશ ૭૦ જેટલા કેસ નોંધાતા હતા જેની સામે ચાર થી પાંચ જેટલા લોકોના મોત થવા પામતા હતા.આ પરિસ્થિતિ સપ્ટેંબર માસની શરૂઆતથી થોડા અંશે નિયંત્રણમા આવતી હોય એમ દેખાઈ રહ્યુ છે આ માસની શરૂઆતથી આજદિન સુધીમાં કુલ મળીને ૩૪૩ જેટલા કેસ શહેરમા નોંધાવા પામ્યા છે.આ સાથે છેલ્લા ૨૪ કલાકમા થયેલા બે દર્દીના મોતના આંકને ઉમેરવામા આવે તો ૮ દિવસમા અમદાવાદ શહેરમા કુલ મળીને ૨૦ દર્દીઓ સારવાર દરમિયાન મોતને પામ્યા છે. અમદાવાદ શહેરમા મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપરાંત બે સિવિલ હોસ્પિટલોમા મળીને કુલ ૧૫૮ બેડ આઈસોલેશન વોર્ડમા તૈયાર રાખવામા આવ્યા છે. આયુર્વેદિક ઉકાળા વિતરણની સંખ્યા હજુ સુધી સતત વધી છે. આ આંકડો ૮૧૫૩૦૬ લાભાર્થીઓ સુધી પહોંચ્યો છે. આજે ૬૩૩૪ લોકોને ઉકાળો અપાયો હતો.
ક્યારે કેટલા કેસ
માસ કેસ મોત
જાન્યુ. ૦૧ ૦૦
ફેબ્રુ. ૦૭ ૦૧
માર્ચ. ૧૯ ૦૨
એપ્રિલ. ૧૭ ૦૬
મે ૧૪ ૦૩
જુન ૧૬ ૦૨
જુલાઈ ૬૨ ૦૬
ઓગસ્ટ ૧૮૪૫ ૯૧
સપ્ટેમ્બર ૩૪૩ ૨૦
કુલ ૨૨૬૫ ૧૩૧
Recent Comments