અમદાવાદ, તા.૨૯
હાલ ચારેતરફ સ્વાઈન ફ્લૂનો કહેર જોવા મળી રહ્યો છે. આ બીમારીએ એવો ભરડો લીધો છે કે, લોકો હવે તેના નામ માત્રથી ડરી રહ્યા છે. સામાન્ય રીતે શિયાળામાં આપણને સૌને શરદી તાવ કે ઉધરસ થાય છે આવા સમયે આપણે તેની સારવાર કરતા નથી કે પછી તેને બહુ સરળતાથી લઈએ છીએ ક્યારેક આપણે કોઈ ગંભીર બીમારીમાં ઝકડાઈ જઈએ તો આપણી પાસે ત્યારે પસ્તાવા સિવાય કંઈ રહેતું નથી આથી આવું કંઈ ન થાય એ માટે સાવધાની ખૂબ જ જરૂરી છે.
સ્વાઈન ફ્લુથી અત્યારસુધીમાં ગુજરાતમાં ૪૦થી વધુ લોકો મોતને ભેંટી ચૂક્યા છે. ૨૮ દિવસમાં માત્ર સૌરાષ્ટ્રામાં ૯૭ કેસ નોંધાતા હાહાકાર મચ્યો છે આ રોગ ચેપી રોગ હોવાથી તેની ખાસ સારવાર કરવામા આવે છે. દાહોદની સંજેલીની મહિલાનું સ્વાઈન ફ્લૂથી મોત નિપજ્યું છે.
આ મહિલાની સારવાર અમદાવાદમાં ચાલી રહી હતી સારવાર દરમિયાન મોત થયું છે. ૧૫ દિવસથી આ મહિલાને અમદાવાદમાં સારવાર ચાલી રહી હતી. મહિલાનો સ્વાઈન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ મહિલાની ઉમર માત્ર ૩૫ વર્ષની હતી. ૧૫ દિવસ પહેલા અમદાવાદમા શરદી ખાંસી થતા લેબોરેટરી કરાવતા સ્વાઈન ફલુ પોઝિટીવ આવ્યો હતો. સારવાર દરમ્યાન મહીલાનું થતાં મોત મહીલાની અંતિમ ક્રિયા કરવા તેના વતન સંજેલીના નેનકી ગામે લાવવામા આવી હતી. જામનગરમાં સ્વાઈન ફ્લૂથી પુરૂષનું મોત થયુ છે. ૫૨ વર્ષીય બેરાજા પસાયાનું મોત નીપજ્યુ છે. જાન્યુઆરીમાં સ્વાઈન ફ્લૂના કારણે કુલ ૪ લોકોના મોત થયા છે. હાલ સ્વાઈન ફ્લૂના ૪ દર્દીઓ સારવાર હેઠળ. રાજકોટમાં સ્વાઈન ફ્લૂનો કહેર યથાવત્‌. સારવાર દરમિયાન વધુ એક દર્દીનું મોત થયું છે.
૪૬ વર્ષીય મહિલાનું સ્વાઈન ફ્લૂથી મોત થયુું છે. એક જ દિવસમાં ૨ દર્દીના મોતથી ચકચાર મચી ગઈ છે. ૨૮ દિવસમાં ૯૭ દર્દીના રિપોર્ટ પોઝિટીવ આવ્યો. જ્યારે ૯૭ પૈકી ૧૭ દર્દીના સ્વાઈન ફ્લૂથી મોત થતા તંત્ર એલર્ટ થયુ છે અને સાવધાની ધરવા પ્રયાસો કરી રહ્યુ છે. આમ, અમદાવાદ, રાજકોટ અને જામનગરમાં સ્વાઈન ફ્લુના કારણે મોત થયા છે.