(એજન્સી) બૈરૂત, તા.ર૭
રશિયામાં એક હવાઈ હુમલામાં પ૩ લોકોનાં મોતના સમાચાર મળ્યા છે જેમાં મૃતકોમાં લગભગ ર૧ જેટલા બાળકોનો પણ સમાવેશ થાય છે. સીરિયન ઓબ્ઝર્વેટરી ઓફ હ્યુમન રાઈટ્‌સના જણાવ્યાનુસાર દાયર અલ-ઝાવરના એક ગામમાં આ હુમલા કરાયા હતા. બ્રિટન સ્થિત સંગઠનના જણાવ્યાનુસાર આ હુમલો રવિવારે સાંજે ફરહત નદીના પૂર્વ કિનારે અલ-શફાહ ગામમાં કરાયા હતા. તમને જણાવી દઈએ કે, સીરિયન સૂત્રોના નેટવર્ક પર વિશ્વાસ રાખતાં સંગઠને કહ્યું કે, તેનાથી જાણ થાય છે કે, આ હુમલા કોના વિમાનોથી કરાયા છે અને ક્યાં કરાય છે અને વિસ્ફોટકોનો ઉપયોગ કેવી રીતે કરાયો છે. અગાઉ મૃતાંક પણ ૩૪ જણાવાયો હતો પરંતુ બાદમાં વધુ શબ મળી આવતા મૃતાંક વધારવામાં આવ્યો હતો. સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્‌સના વડા રામી અબ્દુલ રહેમાને ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, દિવસભર ચાલેલી બચાવ કામગીરીમાં કાટમાળ હટાવ્યા બાદ મૃતાંકમાં વધારો થયો છે. તેમણે કહ્યું કે, આ હવાઈ હુમલામાં ઓછામાં ઓછા ૧૮થી વધુ લોકો ઘવાયા છે. રશિયા સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદનો નજીકનો સહયોગી છે. સપ્ટેમ્બર ર૦૧પમાં રશિયાએ અસદ સરકારના ટેકામાં સીરિયામાં હસ્તક્ષેપ કરવાની શરૂઆત કરી હતી જેને દમાસ્કસના વિદ્રોહીઓના કબજાવાળા ભાગને પુનઃ પોતાના નિયંત્રણમાં લેવામાં સફળતા મેળવી હતી. સીરિયાનો દાયરઅલ-ઝાવર આઈએસના આતંકીઓનું અંતિમ સ્થળ છે જ્યાં તેમનો કબજો બાકી રહ્યો છે. તેલ સમૃદ્ધ પૂર્વ પ્રાંત, જે ઈરાકની સરહદે આવેલ છે. આ લગભગ સંપૂર્ણ રીતે આઈએસના કબજામાં છે. સીરિયાએ બે અલગ-અલગ હુમલાનો સામનો કર્યો છે જેમાંથી એકનું નેતૃત્વ રશિયાના સમર્થિત અને સંયુક્ત રાજ્ય દ્વારા સમર્થિત સીરિયાઈ ડેમોક્રેટિક દળો દ્વારા કરાયા છે. તેમાં સીરિયામાં ૩,૪૦,૦૦૦થી વધુ લોકોનાં મોત થયા હોવાનો ઘટસ્ફોટ થયો છે કેમ કે માર્ચ ર૦૧૧માં સરકાર વિરોધી દેખાવોને કારણે જ આ સંઘર્ષની શરૂઆત થઈ હતી.