(એજન્સી) તા.ર
સીરિયાના પૂર્વ પ્રાંત દાયર અલ ઝોરમાં ફરીથી અમેરિકી હવાઇ હુમલા કરવામાં આવ્યા હતા જેમાં વધુમાં વધુ ૧ર નાગરિકોનાં મોતના સમાચાર ફરી મળ્યા છે. સીરિયાની સત્તાવાર ન્યૂઝ એજન્સી સનાના જણાવ્યાનુસાર રવિવારે અમેરિકી જેટના હવાઇ હુમલામાં અલ કિત્ફ વિસ્તારમાં રહેણાંક વિસ્તારોને નિશાને લેવાયા હતા જેમાં પાંચથી વધુ નાગરિકોનાં મોત થયા હતા. આ વિસ્તારની આજુબાજુ અલ સફાઇ મસ્જિદન, અલ મસારીયાહ વિસ્તારો પણ આવેલા છે. જોકે બીજી બાજુ પૂર્વ પ્રાંત બુકરાસ ફૌકાની ગામમાં પણ અમેરિકી હવાઇ હુમલા કરવામાં આવ્યા હતા જેમાં લગભગ સાત નાગરિકોનાં અહેવાલ મળ્યાં છે. સ્થાનિક રિપોર્ટરોના જણાવ્યાનુસાર વધુ ૧૦ લોકોનાં મોતના સમાચાર પણ મળ્યા છે જેની હજુ સુધી પુષ્ટિ થઇ નથી પરંતુ આ હુમલામાં મોટાભાગના નાગરિકોનાં મકાનો ધરાશાયી થઇ ગયા હોવાની માહિતી મળી છે. તમને જણાવી દઈએ કે બ્રિટન આધારિત સીરિયન ઓબ્ઝર્વેટરી સંસ્થાએ તાજેતરમાં એક રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં જણાવાયું હતું કે છેલ્લા ત્રણ વર્ષોમાં અમેરિકી સેના દ્વારા કરવામાં આવી રહેલા હવાઇ હુમલામાં લગભગ ર૮૦૦ વધુ નાગરિકોનો ભોગ લેવાઇ ચૂક્યો છે. સપ્ટેમ્બર ર૦૧૪ દરમિયાન અમેરિકા દ્વારા આ વિસ્તારોમાં સીરિયામાં આઇએસના આતંકીઓને નિશાને લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જોકે આ મામલે દિમશ્કની સરકાર કે પછી યુએને પણ કોઇ હવાઇ હુમલા કરવાની પરવાનગી આપી નથી. તમને જણાવી દઇએ કે ગઠબંધન હેઠળની સેના અહીં વારંવાર હવાઇ હુમલા કરે છે અને તેમાં નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાઇ જાય છે. જોકે અમેરિકા અહીં આઇએસના આતંકીઓને લક્ષ્યાંક બનાવવામાં તદ્દન નિષ્ફળ સાબિત થયો છે. આ મામલે નિરીક્ષક સંસ્થાને યુએનના વડાને પણ પત્ર લખ્યો છે અને અમેરિકા વિરુદ્ધ ફરિયાદ કરી છે.