(એજન્સી) તા.૯
સીરિયાની ઉત્તર પશ્ચિમે આવેલા શહેર ઇદલિબમાં એક બજાર પર કરવામાં આવેલા હવાઇ હુમલામાં લગભગ ૧૧ નાગરિકોનાં મોતના સમાચાર મળ્યાં છે. જોકે આ હવાઇ હુમલા તુર્કીની વાયુસેના દ્વારા કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ધી સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્‌સના જણાવ્યાનુસાર મારેત અલ નુમાન શહેરમાં આવેલા બજારમાં સીરિયાની સરકારના લડાકુ વિમાનો દ્વારા જ આ હવાઇ હુમલા કરવામાં આવ્યા છે. સીરિયાના વિદ્રોહી લડાકુઓ હવે તુર્કીની સેનાની મદદથી ઇદલિબને હવે જેહાદીઓથી મુક્ત કરાવવા કાર્યવાહી હાથ ધરી રહ્યું છે.
તુર્કીની સેનાએ સીરિયાની સરહદે રવિવારે અનેક જગ્યાએ મોર્ટાર હુમલા કર્યા હતા. તમને જણાવી દઇએ કે અલ કાયદાનું સહયોગી સંગઠન હયાત તહરીર અલ શામ ઇદલિબમાં મોટાભાગના વિસ્તારો પર કબજો ધરાવે છે. જોકે હવે એક શાંત સીરિયાની સ્થાપના માટે રશિયા, તુર્કી અને ઇરાન વચ્ચે સહમતિ સધાઇ છે. તમને જણાવી દઇએ કે શનિવારે તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સીરિયાના ઇદલિબ વિસ્તારમાં ગંભીર સૈન્ય કાર્યવાહી હાથ ધરવાની શરૂઆત કરી દીધી છે. બીજી બાજુ સીરિયાના વિદ્રોહી અધિકારીએ કહ્યું કે તેમનો સમૂહ પણ તુર્કીની સેનાના ટેકા સાથે ઇદલિબ પ્રાંતમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યો છે. એર્દોગાને કહ્યું કે આજે અમે ઇદલિબમાં ગંભીર કાર્યવાહી હાથ ધરવાની શરૂઆત કરી દીધી છે. અમે સાચા લોકોની મદદ કરવા જઈ રહ્યાં છીએ. હવે પગલું ભરી લેવામાં આવ્યું અને શરૂઆત થઇ ગઇ છે. જોકે તેમણે સ્પષ્ટતા કરી દીધી છે કે તેમની સેના કોઇ બળવાખોરોને ટેકો આપશે નહીં. લિવા અલ મુતેસામ સંગઠનના એક વરિષ્ઠ અધિકારી મુસ્તફા સેજારીએ કહ્યું કે તુર્કીના પીઠબળ હેઠળની સીરિયન સેનાએ ગત વર્ષે આ અભિયાન લોન્ચ કર્યું હતું. તેમણે કહ્યું કે આ સેના હવે તુર્કીના સૈનિકોના ટેકા સાથે સમગ્ર વિસ્તાર પર ફરી વળવા તૈયાર છે પરંતુ બસ તેઓ કોઈક હિલચાલની રાહ જોઇ રહ્યાં છે. એર્દોગાને કહ્યું કે ગત મહિને જ તુર્કીએ ઈદલિબ પ્રાંતમાં તેની સેના તૈનાત કરી દીધી હતી. તમને જણાવી દઇએ કે તાજેતરમાં જ રશિયા, તુર્કી અને ઇરાન એકબીજા સાથે ઇદલિબમાં સૈન્યમથકની સ્થાપના કરવા સહમત થયા હતા.