(એજન્સી) તા.પ
મંગળવારે સીરિયાના પાટનગરમાં કરવામાં આવેલા આત્મઘાતી હુમલાની જવાબદારી આઇએસએ સ્વીકારી લીધી છે. આ હુમલામાં ૧૭થી વધુ નાગરિકો અને પોલીસકર્મીઓનાં મોત નીપજ્યા હતા. સીરિયાના આંતરિક બાબતોના મંત્રી લેફ.જન. મોહમ્મદ અલ શારે જણાવ્યું કે સોમવારે સવારે વિસ્ફોટ થયો તે પહેલા બે આત્મઘાતી હુમલાખોરોએ અલ મિદાનના પાડોશમાં આવેલા પોલીસમથકે કેટલાક બોમ્બ સાથે હુમલો કર્યો હતો. જોકે ત્યારબાદ તેમણે પોતાને ઉડાવી લીધો હતો. જોકે પોલીસે જણાવ્યું કે જ્યારે પોલીસકર્મીઓએ તેને ગોળી મારી ઢાળી દીધો અને દરમિયાન ગોળી વિસ્ફોટક બોમ્બને વાગતા જોરદાર ધડાકો થયો હતો. આ કારણે જ ૧૭ નાગરિકો અને પોલીસકર્મીઓનાં મોત થયા હતા. આ વિસ્ફોટને કારણે ઇમારતને ભારે નુકસાન થયું હતું અને તમામ ફ્લોર પર લોહી પથરાઇ ગયું હતું. આઇએસની અમાક ન્યૂજ એજન્સીએ જણાવ્યું કે આઈએસએ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. જોેકે આ હુમલા અંગે વધુ માહિતી આપવામાં આવી નહોતી. તમને જણાવી દઇએ કે હાલમાં રશિયાના પીઠબળ હેઠળની સેના આઇએસ તથા સ્થાનિક અલ કાયદા અને તેના સહયોગી બળવાખોરો સાથે યુદ્ધ લડી રહી છે. આ લોકો રાષ્ટ્રપતિ બશર અલ અસદના વિરોધી છે. ચાલુ અઠવાડિયે રશિયાની સેના દ્વારા કરવામાં આવેલા હવાઇ હુમલામાં અત્યાર સુધી ૩૦૦થી વધુ આતંકીઓએ જીવ ગુમાવ્યા હોવાની માહિતી આપવામાં આવી છે. તમને જણાવી દઇએ કે રશિયા બશર અલ અસદનો મોટો સહયોગી સાબિત થયો છે. બીજીબાજુ ઇઝરાયેલે પણ કહ્યું છે કે સીરિયાનું યુદ્ધ બશર અલ અસદ જીતી જશે. કેમ કે અમેરિકા અને રશિયા તેને ટેકો આપી રહ્યાં છે.
સીરિયાના પાટનગરમાં ISએ આત્મઘાતી હુમલાની જવાબદારી સ્વીકારી, ૧૭નાં મોત

Recent Comments