(એજન્સી) રક્કા, તા. ૯
સીરિયાના રક્કામાં અમેરિકી આગેવાનીવાળા હવાઈ હુમલામાં ૨૯ નાગરિકોનાં મોત થયાં હોવાનો અહેવાલ છે. સીરિયાના ઉત્તરીય શહેર રક્કામાં અમેરિકન આગેવાનીવાળા ગઠબંધન દેશોએ એક મોટો હવાઈ હુમલો કર્યો હતો જેમાં ૨૯ નાગરિકો માર્યાં ગયા હતા તથા નાગરિકો ઘાયલ થયાની ખબર છે. સામાન્ય રીતે આતંકવાદીઓ હુમલો કરતા હોય છે પરંતુ આતંકવાદીઓને નિશાન બનાવવાના બહાને ગઠબંધન દેશો હવાઈ હુમલાઓ કરતાં રહેતા હોય છે જેમાં નિર્દોષ નાગરિકોએ ભોગ બનવાનો વારો આવતો હોય છે. રિપોર્ટ અનુસાર માર્યા ગયેલા લોકોમાં ૧૪ બાળકો તથા નવ મહિલાઓ પણ સામેલ હતી. તેમણે કહ્યું કે મૃત્યાંક વધવાની સંભાવના છે કારણ કે હવાઈ હુમલામાં બીજા સેંકડો લોકો ઘાયલ થયાની ખબર છે. ઘાયલોને નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને સઘન સારવાર આપવામાં આવી હતી. સપ્ટેમ્બર ૨૦૧૪ની સાલમાં સીરિયામાં પોતાની ચળવળનો વ્યાપ મજબૂત બનાવનાર ગઠબંધન દેશોએ સીરિયન સરકારની સત્તા કે આદેશ વગર જ આવું કર્યું છે. જુલાઈમાં ગઠબંધન દળોએ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે અમારા હવાઈ હુમલામાં અત્યાર સુધીમાં ઈરાક અને સીરિયામાં ૬૦૦ કરતાં પણ વધારે નાગરિકો માર્યાં ગયા છે. છેલ્લા ત્રણ વર્ષમાં બીજા પણ સેંકડો લોકો માર્યા ગયા હોવાનો રિપોર્ટ છે. રિપોર્ટ અનુસાર આવા લોકોની સંખ્યા ૪૩૫૪ જેટલી થવા જાય છે. માર્યા ગયેલા લોકોમાં ૧૪ બાળકો તથા નવ મહિલાઓ પણ સામેલ હતી. તેમણે કહ્યું કે મૃત્યાંક વધવાની સંભાવના છે કારણ કે હવાઈ હુમલામાં બીજા સેંકડો લોકો ઘાયલ થયા છે. આ અગાઉ પણ સીરિયાના શહેરમાં ઘણા હવાઈ હુમલાઓ થયેલા છે.