સુરત, તા.રપ
પ્રાદેશિક માહિતી કચેરી ખાતે છેલ્લા પાંચ વર્ષથી ફરજ બજાવતા સંયુક્ત માહિતી નિયામક મહેશ કટારાની વડોદરા ઝોન ખાતેની પ્રાદેશિક માહિતી કચેરી ખાતે બદલી થતાં ભાવભર્યું વિદાયમાન અપાયું હતું. જ્યારે નડિયાદ ખાતેના નાયબ માહિતી નિયામક બી.ડી. રાઠવાને સંયુક્ત માહિતી નિયામક તરીકે સુરત ખાતે બઢતી મળતા પ્રાદેશિક કચેરીનો હવાલો સંભાળી લીધો છે. તેઓને સુરત માહિતી પરિવારે પુષ્પગુચ્છ આપીને આવકાર્યા હતા.
કટારાએ સુરત ઝોન ખાતે નોકરી દરમિયાનના અનેક પ્રસંગોને યાદ કરી ટીમવર્કની ભાવના સાથે કાર્ય કરવા સૌને અનુરોધ કર્યો હતો.
રાઠવાએ નાયબ માહિતી નિયામક નડિયાદએ મધ્ય ગુજરાતની પ્રાદેશિક માહિતી કચેરી વડોદરાના સંયુક્ત માહિતી નિયામક તરીકેની વધારાની યશસ્વી કામગીરી બજાવી ચૂક્યા છે. જેનો લાભ દક્ષિણ ગુજરાતને મળશે. આ પ્રસંગે સુરતના નાયબ માહિતી નિયામક એમ.એસ. વળવી, નર્મદાના નાયબ માહિતી નિયામક વાય.આર. ગાદીવાલા, સહાયક માહિતી નિયામક સર્વ આર.આર.તડવી જી.સી.પટેલ, ઈ.સહાયક માહિતી નિયામક ઉમેશ બાવીશા તેમજ માહિતી પરિવારના સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.