દુબઈ, તા.૫
ભૂતપૂર્વ ભારતીય ઓપનિંગ બેટ્‌સમેન વીરેન્દર સેહવાગને વિશ્ર્‌વની પ્રથમ દસ ઓવરની ક્રિકેટ સ્પર્ધા તરીકે રમાનાર ટી-૧૦ લીગના ‘મહત્ત્વ’ના ખેલાડીઓમાનો એક જાહેર કરાયો છે. આઈ. સી. સી. દ્વારા માન્ય અને ઈ. સી. બી. દ્વારા સ્વીકાર્ય આ સ્પર્ધા અહીં ૨૩મી નવેમ્બરથી યોજાનાર છે. સેહવાગ ઉપરાંત, પાકિસ્તાનના શાહીદ આફ્રિદી અને ન્યૂ ઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેકલમને બીજા વર્ષની લીગ સ્પર્ધાના મહત્ત્વના ખેલાડી જાહેર કરાયા છે. ટી-૧૦ લીગ : સેહવાગ, આફ્રિદી અને મેકલમ ‘મુખ્ય ચહેરા’ જાહેરભાગ લેનારી કેરલા કિંગ્સ, પંજાબ લેજન્ડ્‌સ, મરાઠા અરેબિયન્સ, બેંગાળ ટાઈગર્સ, કરાચિયન્સ, રાજપૂત્સ, નોર્ધન વોરિયર્સ અને પખ્તૂન્સ મળી આઠ ટીમને શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ૨૩મી નવેમ્બરથી ૨જી ડિસેમ્બર દરમિયાન યોજાનાર આ સ્પર્ધામાં બે વિભાગમાં વહેંચી કાઢવામાં આવી છે.