સિડની,તા.૧૭
૨૦૨૦ના ટી-૨૦ વર્લ્ડકપનો શિડ્યુલ જાહેર થઇ ગયો છે. આ વર્લ્ડકપની યજમાની ઓસ્ટ્રેલિયા કરશે. આઈસીસી અનુસાર હોસ્ટ સહિત વર્લ્ડની ટોપ-૮ ટીમોને આમ સીધું ક્વોલિફિકેશન મળશે, જયારે સુપર-૧૨માં સ્થાન માટે અન્ય ૪ ટીમોએ ક્વોલિફાયરમાં ભાગ લેવો પડશે. શ્રીલંકા અને બાંગ્લાદેશ ઓછો રેન્ક ધરાવતી હોવાથી સીધું ક્વોલિફાય કરવામાં નિષ્ફ્ળ રહ્યા છે. આ બંને ટીમોએ સુપર-૧૨માં જગ્યા બનાવવા માટે ગ્રુપ સ્ટેજની મેચો રમવી પડશે. ટૂર્નામેન્ટમાં હોસ્ટ ઓસ્ટ્રેલિયા ઉપરાંત ભારત, પાકિસ્તાન, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઇન્ડિઝ અને અફઘાનિસ્તાને સીધું ક્વોલિફાય કર્યું છે. કોઈ પણ ટૂર્નામેન્ટમાં યજમાન સીધું ક્વોલિફાય કરે છે, જયારે અન્ય ટીમો રેન્કિંગ અને ક્વોલિફાયર જીતીને ભાગ લે છે.
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા હાલમાં જ જાહેર કરેલા શિડ્યુલ પ્રમાણે ઓસ્ટ્રેલિયામાં ૧૮ ઓક્ટોબરથી લગભગ એક મહિના સુધી ટી-૨૦ વર્લ્ડકપ રમાશે. ૧૫ નવેમ્બરના રોજ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ફાઇનલ રમાશે. ટીમ ઇન્ડિયા ૨૪ ઓક્ટોબરે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પોતાની પહેલી મેચ રમશે. ભારતની સુપર ૧૨માં પાકિસ્તાન વિરુદ્ધ કોઈ મેચ નથી, બંને ટીમો સેમિફાઇનલ અથવા ફાઇનલમાં એક બીજા સામે ટકરાઈ શકે છે.

આઈસીસી પુરુષ ટી-૨૦ વર્લ્ડકપનો શિડ્યુલઃ

ઓક્ટોબર ૨૪- ઓસ્ટ્રેલિયા – પાકિસ્તાન (સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ)
ઓક્ટોબર ૨૪- ભારત – દક્ષિણ આફ્રિકા (પર્થ સ્ટેડિયમ)
ઓક્ટોબર ૨૫- ન્યૂઝીલેન્ડ – વેસ્ટ ઇન્ડિઝ (મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ)
ઓક્ટોબર ૨૫- ક્વોલિફાયર ૧ – ક્વોલિફાયર ૨ (ઓવલ)
ઓક્ટોબર ૨૬- અફઘાનિસ્તાન દૃજ ક્વોલિફાયર એ ૨ (પર્થ)
ઓક્ટોબર ૨૬- ઇંગ્લેન્ડ – ક્વોલિફાયર બી ૧ (પર્થ)
ઓક્ટોબર ૨૭- ન્યૂઝીલેન્ડ – ક્વોલિફાયર બી ૨ (ઓવલ)
ઓક્ટોબર ૨૮- અફઘાનિસ્તાન – ક્વોલિફાયર બી ૧ ( પર્થ)
ઓક્ટોબર ૨૮- ઓસ્ટ્રેલિયા – વેસ્ટ ઇન્ડિઝ (પર્થ)
ઓક્ટોબર ૨૯- ભારત – ક્વોલિફાયર એ ૨ (મેલબોર્ન)
ઓક્ટોબર ૨૯- પાકિસ્તાન – ક્વોલિફાયર એ ૧ (સિડની)
ઓક્ટોબર ૩૦- ઇંગ્લેન્ડ – દક્ષિણ આફ્રિકા (સિડની)
ઓક્ટોબર ૩૦- વેસ્ટ ઇન્ડિઝ – ક્વોલિફાયર બી ૨ (પર્થ)
ઓક્ટોબર ૩૧- પાકિસ્તાન – ન્યૂઝીલેન્ડ (ગાબા)
ઓક્ટોબર ૩૧- ઓસ્ટ્રેલિયા – ક્વોલિફાયર એ૧ (ગાબા)
નવેમ્બર ૧- ભારત – ઇંગ્લેન્ડ (મેલબોર્ન)
નવેમ્બર ૧- દક્ષિણ આફ્રિકા – અફઘાનિસ્તાન (ઓવલ)
નવેમ્બર ૨- ક્વોલિફાયર એ ૨ – ક્વોલિફાયર બી ૧ (સિડની)
નવેમ્બર ૨- ન્યૂઝીલેન્ડ – ક્વોલિફાયર એ ૧ (ગાબા)
નવેમ્બર ૩- પાકિસ્તાન – વેસ્ટ ઇન્ડિઝ ( ઓવલ)
નવેમ્બર ૩- ઓસ્ટ્રેલિયા – ક્વોલિફાયર બી ૨ (એડિલેડ)
નવેમ્બર ૪- ઇંગ્લેન્ડ – અફઘાનિસ્તાન (ગાબા)
નવેમ્બર ૫- દક્ષિણ આફ્રિકા – ક્વોલિફાયર એ ૨ (એડિલેડ)
નવેમ્બર ૫- ભારત – ક્વોલિફાયર બી ૧ (ઓવલ)
નવેમ્બર ૬- પાકિસ્તાન – ક્વોલિફાયર બી ૨ (મેલબોર્ન)
નવેમ્બર ૬- ઓસ્ટ્રેલિયા – ન્યૂઝીલેન્ડ (મેલબોર્ન)
નવેમ્બર ૭- વેસ્ટ ઇન્ડિઝ – ક્વોલિફાયર એ ૧ (મેલબોર્ન)
નવેમ્બર ૭- ઇંગ્લેન્ડ – ક્વોલિફાયર એ ૨ (એડિલેડ)
નવેમ્બર ૮- દક્ષિણ આફ્રિકા – ક્વોલિફાયર બી ૧ (સિડની)
નવેમ્બર ૮- ભારત – અફઘાનિસ્તાન (સિડની)
સેમિફાઇનલ
નવેમ્બર ૧૧- પહેલી સેમિફાઇનલ (સિડની)
નવેમ્બર ૧૨- બીજી સેમિફાઇનલ (એડિલેડ)
ફાઇનલ
નવેમ્બર ૧૫- ફાઇનલ (મેલબોર્ન)