(એજન્સી) તા.૧૦
ઝારખંડમાં તબરેઝ અન્સારીને થાંભલા સાથે બાંધીને સાત કલાક સુધી ફટકારવામાં આવ્યો. ટોળાએ તેના પર ચોરીનો આક્ષેપ મૂકયો હતો. ટોળાની મારપીટથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા તબરેઝનું પાંચ દિવસ પછી રર જૂને મૃત્યુ થયું હતું. તબરેઝના મૃત્યુના ર દિવસ પછી તેની પત્નીને જાણ થઈ હતી કે તે ગર્ભવતી છે પરંતુ ટૂંક સમયમાં જ તેને કસૂવાવડ થઈ ગઈ હતી. પોલીસે ર૯ જુલાઈના રોજ આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી પરંતુ એક મહિના પછી કથિત હુમલાખોરો વિરૂદ્ધ હત્યાનો આક્ષેપ પડતો મૂકવામાં આવ્યો. રાજસ્થાનના પહેલુખાનના કિસ્સામાં જે થયું તેવું જ તબરેઝના કિસ્સામાં થયું છે. પોલીસનું કહેવું છે કે, ડૉક્ટરોના રિપોર્ટ મુજબ તબરેઝનું મૃત્યુ હૃદયરોગના હુમલાના કારણે થયું છે અને તેના આધારે અમે ચાર્જશીટ દાખલ કરી છે.