(એજન્સી) તા.૧૬
સરાયકેલાના કદમડીર નિવાસી તબરેઝ અન્સારીની ધાતકીડીહમાં માર મરાયા પછી નિપજેલ મોત મામલે સરાયકેલા પોલીસે હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો છે. રિપોર્ટમાં પોલીસે જણાવ્યું કે, તબરેઝ અન્સારીની ૧૭મી જૂનની રાત્રે ચોરીના મામલામાં ધરપકડ કરાઈ હતી. જ્યારે એમને પકડયો ત્યારે અમુક લોકોએ એની સાથે મારઝૂડ કરી હતી. સરાયકેલા પોલીસ એમને પોલીસ સ્ટેશને લઈ ગઈ જ્યાં પૂછપરછ પછી એમને જેલમાં મોકલી અપાયો. જેલમાં તબિયત બગડતા એમને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન ડૉક્ટરોએ એમને મૃત જાહેર કર્યો હતો. તબરેઝ અન્સારી સાથે મારઝૂડ બદલ હજુ સુધી ૧૧ આરોપીઓની ધરપકડ જેલમાં મોકલાયા છે. આ ઉપરાંત પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જને પણ લાઈન કલોઝ કરાયું છે. ૮મી જુલાઈએ હાઈકોર્ટના જજ એચ.સી.મિશ્રા અને જજ દીપક રોશનની બેંચે સરાયકેલામાં મોબલિંચિંગમાં માર્યા ગયેલ તબરેઝ અન્સારી મામલાનો રિપોર્ટ ૧૭મી જુલાઈ સુધી કોર્ટને આપવા નિર્દેશો અપાયા હતા. કોર્ટે તબરેઝ અન્સારી સમેત હાલના દિવસોમાં મોબલિંચિંગમાં માર્યા ગયેલ ૧૮ વ્યક્તિઓના તપાસ રિપોર્ટ પણ માંગ્યા હતા. કોર્ટે આ મામલામાં બાગબેડાના નાગાડીહ અને સરાયકેલાના રાજનગરમાં ચાર-ચાર લોકોની મોબલિંચિંગમાં માર્યા ગયેલ વ્યક્તિઓના તપાસ રિપોર્ટ પણ કોર્ટમાં રજૂ કરવા કહ્યું હતું. પલામુના પંકજકુમાર યાદવે મોબલિંચિંગમાં માર્યા ગયેલ મામલામાં સીબીઆઈની તપાસ માટે અરજી દાખલ કરી છે.
તબરેઝ અન્સારી મોબલિંચિંગ : પોલીસે કોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો

Recent Comments