પાલનપુર,તા.ર૪
સગર્ભા ધાત્રી માતાઓ, કિશોરીઓ તથા બરાળકોમાંથી કૃપોષણ નાબુદ કરવાના લક્ષ્ય સાથે પાલનપુર નજીક બાદરપુરા ઓઈલ મીલ સંકુલમાં બનાસ ડેરીના નવનિર્મિત ટેક હોમ રાશન પ્લાન્ટનું ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રજાસત્તાક દિને સવારે ૧૧ વાગ્યે લોકાર્પણ કરશે. રાજય કક્ષાની પ્રજાસત્તાક દિવસની ઉજવણી જયારે પાલનપુર ખાતે થનાર છે. ત્યારે પ્રગતિશીલ ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી ગુજરાતમાંથી કૃપોષણ સંપૂર્ણ પણે દુર થાય તે માટેના સંગીન પ્રયાસ સમાન આ લોકાર્પણ બાબતે સ્થાનિક સ્તરે પણ ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેવું ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું. ર૮.પ૦ કરોડના ખર્ચે ૮ માસ જેટલા સમયગાળામાં બનાસ ડેરી દ્વારા નવનિર્મિત ટેક હોમ રાશન (ટીએચઆર) પ્લાન્ટ ર૦૦ મેટ્રીક ટન પ્રતિદિનની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. અહીં ગુજરાત સરકાર દ્વારા સુનિશ્ચિત કરાયેલ ાધારા ધોરણો મુજબ પુર્ણાશકિત માતૃશકિત અને બાલશકિત એમ ત્રણ અલગ અલગ પ્રકારના પોષક તત્વોયુકત ટેક હોમ રાશનનું ઉત્પાદન થશે. મજબૂત સહકારી તથા માળખાકીય સુવિધાઓથી સજજ એવી બનાસ ડેરી દ્વારા સંચાલિત આ પ્લાન્ટ મારફતે નિર્માણ થનારા પોષક તત્વોયુકત ટીએચઆરથી રાજયમાં કૃપોષણ નાબુદીનું અભિયાન વધુ ગતિ પ્રાપ્ત કરશે.