(એજન્સી) નવી દિલ્હી,તા.૩૦
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે સીબીઆઈને નિર્દેશો આપ્યા છે કે મદ્રાસ હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ વી.કે. તહિલરામાની સામે મુકાયેલ આક્ષેપોની તપાસ કરવામાં આવે. જે તપાસો આઈ.બી.ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યા છે. આઈ.બી.એ પોતાના રિપોર્ટ જજ તહિલરામાનીની ઉપર ચેન્નાઈમાં બે ફલેટોની ખરીદીમાં ગેરરીતિ કરાઈ હોવાના આક્ષેપો મુકયા છે. બીજુ એમણે હઈકોર્ટની એક બેંચને ભંગ કર્યો હતો જે બેંચ મૂર્તિ ચોરીના કેસોની સુનાવણી કરતી હતી. આ કેસમાં વગદાર વ્યકિતઓની સંડોવણી હતી. જજ તહિલરામાનીને મદ્રાસ હાઈકોર્ટમાંથી ટ્રાન્સફર કરી મેઘાલય હાઈકોર્ટમાં મોકલવાનો પ્રસ્તાવ સુપ્રીમ કોર્ટ કોલેજીયમે સરકાર સમક્ષ રજૂ કર્યો હતો. પણ જજ તહિલરામાની મેઘાલય હાઈકોર્ટ જમા ઈચ્છતા ન હતા જેથી એમણે સરકારને ટ્રાન્સફર રદ કરવા વિનંતી કરી પણ સુપ્રીમ કોર્ટ કોલેજીયમ અને સરકારે ટ્રાન્સફર રદ કરવાનો ઈન્કાર કર્યો હતો. જેના વિરોધમાં જજ તહિલરામાનીએ રાજીનામું આપ્યું હતું. જેનો સ્વીકાર કરાયો હતો.