ગાંધીનગર, તા.૨૩
૨૮મી ફેબ્રુઆરીએ યોજાનારી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક તેમજ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની અડાલજ ખાતે યોજાનારી જાહેરસભાને લઈ ગુજરાત કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અહમદ પટેલે શનિવારે કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે બેઠક કરીને તૈયારીની સમીક્ષા કરી હતી. ત્રિમંદિર પાસે યોજનાર જાહેરસભાની તૈયારીઓ તેમજ ગાંધીઆશ્રમની પ્રાર્થનાસભાની તૈયારીઓને લઈ સાંસદ અહેમદ પટેલે ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ સહિતના લોકો સાથે મિટિંગ કરી હતી. સમગ્ર આયોજનને લઈ ચર્ચા કરવામાં આવી હતી. અહેમદ પટેલ સહિતના નેતાઓએ શનિવારે અડાલજ પાસે જ્યાં સભા યોજાવાની છે, તે સ્થળની મુલાકાત લીધી હતી. તેમજ ગાંધી આશ્રમની મુલાકાત લઈ સમગ્ર બાબતની ચર્ચા કરી હતી.