અમદાવાદ શહેરના  સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરની ૧૪૧મી રથયાત્રા તા.૧૪-૭-ર૦૧૮ શનિવારના રોજ નીકળશે. જેમાં કોમીએકતા, સદભાવના, ભાઈચારો જળવાય, શાંતિપૂર્વક રીતે રથયાત્રા સંપન્ન થાય, કોમી વૈમન્શ્ય દૂર થાય તેવા પ્રયત્નો કરાતા હતા. આ જ પરંપરા આગળ વધારતા તાજિયા કમિટીના ચેરમેન પરવેઝ જે.વી. મોમીન અને તેમના કમિટી મેમ્બરો રથયાત્રાના આગલા દિવસે મંદિરની શુભેચ્છા મુલાકાત લેશે અને વિશિષ્ટ મોમેન્ટો દર વર્ષની જેમ મ્યુનિ.કોર્પોરેશન ખાતે જગન્નાથ મંદિરના  મહારાજને અર્પણ કરાશે.