(એજન્સી) નવી દિલ્હી,તા.ર૪
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુલાકાત પહેલા અમદાવાદમાં ઝૂંપડપટ્ટી છુપાવવા માટે દીવાલ બનાવાઈ હતી એ પછી સરકારે બીજો પ્રોજેકટ હાથ ધર્યો. સરકારે તાજમહેલની અંદર આવેલ બે કબરોની પ્રતિકૃતિઓને કલે-પેક ટ્રીટમેન્ટ દ્વારા સાફ કરાવ્યું છે.
૩૦૦ વર્ષોમાં પહેલી વખત બન્યું છે કે કબરોની પ્રતિકૃતિઓને સાફ કરાઈ હોય આ ટ્રીટમેન્ટમાં માટીની જોડી પરત મુકાય છે અને એ પછી એને શુદ્ધ પાણીથી ધોઈ નાખવામાં આવે છે. આ કલે-પેક મૂળ રીતે ફેસપેક જેનું છે જેનો ઉપયોગ મોટે ભાગે ભારતીય મહિલાઓ ગૌરવર્ણી દેખાવા માટે કહે છે જો કે તાજમહેલને પાંચ વખત કલે-પેક ટ્રીટમેન્ટથી સાફ કરવામાં આવ્યું છે પણ કબરોની પ્રતિકૃતિઓને કયારે પણ સાફ કરવામાં આવી નથી. આ પ્રતિકૃતિઓની નીચે મોગલ સમ્રાટ શાહજહાં અને મુમતાઝની મૂળ કબરો છે. ટ્રમ્પ પોતાના કુટુંબ સાથે ભારતની મુલાકાતે આવ્યા છે. તેઓ ખરી કબરની મુલાકાત નહીં પણ લઈ શકે કારણ કે એ કબરોનો પ્રવેશ દ્વાર ફકત પાંચ ફૂટની ઉંચાઈ ધરાવે છે અને અંદર જવા માટે ઝુકવું પડે છે. ટ્રમ્પની સુરક્ષા સંભાળનાર ટીમે જણાવ્યું હતું કે ટ્રમ્પ ઝુકીને પ્રવેશ નહીં કરશે ભલે એ કબર ૧૭મી સદીની છે. કબરોની ઉપર મુકાયેલ ઝુમ્મરો પણ સાફ કરવામાં આવ્યા છે. તાજમહેલની સંભાળ રાખનાર એએસઆઈએ સમગ્ર તાજમહેલની દીવાલો, ફર્શ ઉપરના ઘેરા ધબ્બાઓ દૂર કરવાની કામગીરી કરી છે.