કેટલાક કામ ખૂબ મહેનત માંગી લેનારા અથવા તો કષ્ટદાયક  કે પછી ખૂબ કંટાળાજનક હોય છે. આવા કામો કરવા માટે મજૂરો પણ મળતા નથી ત્યારે પાકિસ્તાનમાં એક ઝીંગા ફાર્મના માલિકે પૈસા બચાવવાનો અદ્‌ભુત કીમિયો શોધી કાઢયો છે. તે ઝીંગાની છાલ (ચામડી) ઉતારવા માટે નજીવી કિંમતે શ્રમિકો રાખે છે અને આશ્ચર્યજનક રીતે આ અઘરા કામ માટે લોકો મોટી સંખ્યામાં તેને ત્યાં આવી પણ રહ્યા છે. જ્યારે આ ઝીંગા ફાર્મના માલિકને પૂછવામાં આવ્યું કે તમે આ મજૂરોને કેટલા  રૂપિયા આપો છો તો એણે કહ્યું કે, દિવસના બસો રૂપિયા….

આટલા સસ્તામાં લોકો આખો દિવસ આવું અઘરૂં કામ કરવા કેમ ઉમટી પડે છે ? તેવો બીજો પ્રશ્ન આ ફાર્મ માલિકને કરાયો ત્યારે તેણે ખંધાસ્મિત સાથે કહ્યું કે, તમે જુઓ લોકો કેવા સંતોષથી કામ કરવા ઉમટી પડ્યા છે…હું તેમને ફક્ત એટલું જ કહું છું કે, જ્યારે તમે ઝીંગાની છાલ (ચામડી) ઉતારો ત્યારે ફક્ત એટલંુ જ વિચારો કે તમે પાકિસ્તાની રાજકારણીઓની ચામડી ઉતારી રહ્યા છો….!!!!

પ્રસ્તુત તસવીરમાં કરાચી ખાતે ઝીંગાના ફાર્મમાં ઝીંગા છીલવા ઉમટી પડેલા પાકિસ્તાની દાડિયાઓ નજરે પડે છે.