(સંવાદદાતા દ્વારા) સુરત તા.૨૨
શહેરના સરથાણા સ્થિત તક્ષશિલા આર્કેડમાં બનેલી આગની દુર્ઘટનામાં ડીસીબીએ ૧૧ આરોપીઓ સામે ૪૨૭૧ પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. આ સાથે ચાર્જશીટમાં ત્રણ આરોપીઓને પોલીસે વોન્ટેડ બતાવ્યા છે. જ્યારે ૨૫૧સાક્ષીઓ છે.આ ગુનાની તપાસ કરનાર ડીસીબીના એસીબી આર.આર. સરવૈયાએ જણાવ્યું હતું કે, ગત તા. ર૪મી મેના રોજ સરથાણા તક્ષશિલા આર્કેડના એક ટયુશન કલાસનાં એસી કોમ્પ્રેશરના આઉટ લેટમાં આગ લાગી હતી. આ બનાવમાં રર વિદ્યાર્થીઓના કરૂણ મોત નીપજ્યા હતાં. સરથાણા પોલીસ મથકમાં પીએસઆઈએ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે આઈપીસી-૩૦૪, ૧૧૪ મુજબનો ગુનો નોંધી તપાસ ક્રાઈમ બ્રાંચને સુપરત કરવામાં આવી હતી. આ ગુનાની તપાસ કરી રહેલી પોલીસની ટીમે તબક્કાવાર ૧૧ આરોપીઓની ધરપકડ કરી રિમાંડ મેળવી લાજપોર જેલમાં મોકલી આપ્યા હતાં. જે ૧૧ આરોપીઓ હાલમાં જેલમાં છે. જેમાં સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઈજનેર પરાગ મુનશી, જ્યેશ સોલંકી,વી.કે. પરમાર, દિપક નાયક, બિલ્ડર પાઘડાળ તથા તેના પુત્ર ફાયર બ્રિગેડ ઓફિસર એસ.કે. આચાર્ય અને કીર્તિ મોઢ. સહિત અન્ય. પોલીસે તમામ સામે નિયત સમયમાં ૧૧ આરોપીઓ સામે ૪૨૭૧ પાનાની ચાર્જશીટ આજે સવારે લોઅર કોર્ટમાં રજૂ કરી હતી. આ ચાર્જશીટમાં ૨૫૧ સાક્ષીઓ અને ત્રણ આરોપીઓને વોન્ટેડ બનાવાયા છે. જે ત્રણ આરોપીઓને વોન્ટેડ બતાવાય છે. જેમાં મનપાના નિવૃત અધિકારી હિમાંશુ ગજ્જર, એસએમસીના અતુલ ગોરસાવાળા તથા બિલ્ડરનો સંબંધી દિનેશનો સમાવેશ કરવામાં આવ્યો છે. હિમાંશુ ગજ્જર તથા અતુલ ગોરસાવાળાને ૧૬૦નો સમન્સ આપ્યા બાદ પણ તેઓ પોલીસ સમક્ષ હાજર થયા ન હતાં.પરાગ મુનશી, એસ.કે. આચાર્ય, કિર્તી મોઢ,દિપક નાયક વગેરેઓએ ગુજરાત હાઈકોર્ટમાં કરેલી જામીન અરજીની સુનાવણી પમી ઓગષ્ટના રોજ હાથ ધરાશે.