ગાઝાપટ્ટી, તા.રર
અફઘાન સત્તાધિકારીએ જણાવ્યા અનુસાર, ગઝનીના પૂર્વીય પ્રાંતમાં તાલિબાનીઓ દ્વારા કરાયેલ કેટલાક હુમલાઓમાં ઓછામાં ઓછા ૧૪ પોલીસ અધિકારીઓ માર્યા ગયા હતા. પ્રાંતિય કાઉન્સિલ સભ્ય હસન રેઝા યુસુફીના જણાવ્યા મુજબ, ર્દી યાક જિલ્લામાં થયેલ એક હુમલામાં માર્યા ગયેલ સાત અધિકારીઓમાં જિલ્લાના મુખ્ય પોલીસ અધિક્ષક સૈયદુલ્લાહ તોફાન અને અનામત પોલીસ કમાન્ડરનો સમાવેશ થાય છે. ગઝનીના રાજ્યપાલના પ્રવક્તાએ જણાવ્યું કે, અન્ય સાત અધિકારીઓ જઘાતુ જિલ્લામાં માર્યા ગયા હતા. યુસુફીના જણાવ્યા મુજબ શરૂ થયેલ હુમલાઓ ર્દી-યાક, જઘાતુ, અજરિસ્તાન અને કારાબાગ જિલ્લામાં ચાલેલી અથડામણોમાં ર૧મેથી રરમે સુધી હવાઈ હુમલા સતત ચાલુ રહ્યા હતા. ગઝનીના વડા લતીફા અકબરીએ તાલિબાની લડવૈયા દ્વારા ર્દી યાક અને જઘાતુમાં કરેલ હુમલાની પુષ્ટિ કરી છે અને સુરક્ષાદળના સભ્યોમાં ર૦ને ઈજાઓ થઈ હોવાનું જણાવ્યું હતું. તાલિબાનના પ્રવક્તાએ આ હુમલાની જવાબદારી માટે દાવો કર્યો છે.