(સંવાદદાતા દ્વારા) ધોળકા, તા.૪
પોલીસ અધિક્ષક અમદાવાદ ગ્રામ્ય તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી ધોળકા વિભાગની સુચના મુજબ હાલમાં મિલકત વિરૂદ્ધના ગુનાની પ્રવૃત્તિ અટકાવવા સૂચના કરેલ. જે આધારે ગતરોજ પ્રો.પો. સબ ઈન્સ. એચ.આર. પટેલ સાથે અ.હે.કો. મહેન્દ્રસિંહ તથા અ.પો.કો. રણધીરસિંહ તથા પો.કો.લગધીરસિંહ ધોળકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે સમયે અ.પો.કો. રણધીરસિંહે ખાનગી બાતમીદારથી માહિતી મેળવેલ કે બે ઈસમો બે પ્લાસ્ટીકના કોથળામાં તમાકુ ચોરીછુપીથી છળકપટથી મેળવેલ તે લઈને વેચવા ફરે છે. જે બાતમી આધારે પો.સ્ટે.ના માણસો કલીકુંડ સર્કલ વોચમાં ગોઠવેલ. આ દરમ્યાન બાતમીના વર્ણનવાળા બે ઈસમો બાતમી વર્ણનવાળી ચીજવસ્તુઓ સાથે મળી આવતા સદર ઈસમોની ઉંડાણપૂર્વક પૂછપરછ કરતા જે મુદ્દામાલ ગુનાહિત હોવાનું જણાતા આ કામના આરોપી નં. (૧) ઘનશ્યામભાઈ રમણભાઈ ભોઈ, રહે. જલાલપુર વજીફા, તા.ધોળકા તથા નં.(ર) ચિરાગ દિનેશભાઈ પટેલ રહે. ધોળકા શિવશક્તિ સોસા. મ.નં.એ-ર૧ કલીકુંડ મૂળ રહે. જલાલપુર વજીફા તા.ધોળકા વિરૂદ્ધ ધોળકા ટાઉન પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૦૬/ર૦૧૯ ઈ.પી.કે. કલમ-૪પ૭, ૩૮૦ મુજબના કામે ચોરાયેલ મુદ્દામાલ બાગબાન તમાકુ-૧૩૮ની મળી આવેલ. જે બંને આરોપીને ગુનામાં અટક કરી અન્ય ચોરાયેલ મુદ્દામાલ તપાસ દરમ્યાન રિકવર કરી કુલ તમાકુના કાર્ટુન નંગ-૦૩ કિ.રૂા.૮૬,૭૦૦/-નો મુદ્દામાલ ગુનાના કામે રિકવર કરેલ છે. બંને આરોપીને અટક કરવામાં આવેલ છે.
ધોળકા પોલીસે કલીકુંડ વિસ્તારમાંથી બે તમાકુ ચોરને ઝડપી પાડ્યા

Recent Comments