(એજન્સી) મે સાઈ, તા.૧૦
થાઇલેન્ડની ગુફામાં છેલ્લાં બે સપ્તાહથી ફસાયેલા ૧૨ બાળકો અને તેમનાં એક કોચને થાઈ નેવી સીલ દ્વારા સુરક્ષિત રીતે બહાર નીકાળી લેવામાં આવ્યા છે. આ અભિયાન ત્રણ દિવસ સુધી ચાલ્યું હતું. ઉત્તરી થાઇલેન્ડની પૂરઅસરગ્રસ્ત ગુફામાં ફસાયેલા બાળકોને નીકાળવા માટે યુદ્ધનાં ધોરણે અભિયાન છેડવામાં આવ્યું હતું.
થાઈ નેવીએ અધિકારીક ફેસબુક પેજ પર કહ્યું કે, બધા ૧૨ બાળકો અને તેમના કોચને ગુફામાંથી બહાર નીકાળી લેવામાં આવ્યા છે. તેઓ બધા સુરક્ષિત છે.મંગળવારનાં રોજ બપોર સુધીમાં વધુ બે બાળકોને નિકાળી લેવામાં આવ્યાં હતાં. પછી સાંજ પડતા પડતા બાકી રહેલા દરેક ફસાયેલા લોકોને પણ બહાર નીકાળી લેવામાં આવ્યાં. આ પહેલાં બચાવ કર્મીઓએ સોમવારના રોજ પણ વધુ ચાર બાળકોને નિકાળવામાં સફળતા હાંસલ કરી હતી. આ સાથે જ આ બચાવ અભિયાન પણ પૂર્ણ થઇ ગયું છે. જો કે આ અભિયાન દરમ્યાન એક બચાવકર્મીનું મોત થઇ ગયું હતું.
નોંધીનીય છે કે, ગુફામાં ૨૩ જૂનનાં રોજ ૧૨ બાળકો અને તેઓનાં ફૂટબોલ કોચ પણ ફસાયેલા હતાં. બચાવ અભિયાન દરમ્યાન ભારે વરસાદ દરમ્યાન પણ ગુફામાં પાણીનાં સ્તરમાં કોઇ જ ફેરફાર ન હોતો થયો. જેથી ઓપરેશન શરૂ રાખવામાં આવ્યું. ફસાયેલા લોકોને નિકાળવા માટે ૧૯ મરજીવાને અંદર મોકલવામાં આવ્યાં હતાં.
ઓપરેશન સ્થાનિય સમય અનુસાર, સવારના દસ વાગ્યે શરૂ થયું. આજે જ્યારે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું ત્યારે ગુફામાં ફસાયેલા પાંચ લોકો સિવાય ડોક્ટર, ત્રણ નેવી જીઈછન્ પણ હાજર હતાં.રૂ થામ લૌંગ ગુફાથી રવિવારનાં પહેલાં સફળ અભિયાન દરમ્યાન ચાર બાળકોને પણ સુરક્ષિત બહાર નીકાળી લેવામાં આવ્યાં હતાં જ્યારે બચાવ અભિયાનનાં બીજા દિવસે સોમવારનાં રોજ વધુ ચાર બાળકોને પણ સુરક્ષિત રીતે બહાર નીકાળી લેવામાં આવ્યાં. સ્થાનિક મીડિયામાં તેવો રિપોટ્‌ર્સ છે કે બાળકોનું સ્વાસ્થ્ય સારૂં છે પરંતુ બે બાળકોને ન્યૂમોનિયા થઈ ગયો છે.
મિશનમાં લાગેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે, બાળકો બહાર નિકળીને ખૂબ ખુશ છે. બાળકો ભૂખ્યા છે અને તેમની મનપસંદ ડિશ ખાવા ઇચ્છે છે. કેટલાક બાળકોએ પસંદગીની બ્રેડ અને ચોકલેટની માંગ કરી છે. પરંતુ બાળકોને માત્ર પૌષ્ટિક આહાર આપવામાં આવી રહ્યો છે.
આ બચાવ અભિયાનનાં અધિકારીક પ્રવક્તા નારોંગસાક ઓસોતાનાર્કોર્ને રવિવારનાં રાતે સંવાદદાતા સંમેલનમાં કહ્યું હતું કે, બચાવ ટીમો સોમવારનાં રોજ સવારનાં સાત કલાકથી લઇને સાંજનાં પાંચ કલાક સુધી અભિયાનમાં જોડાયેલ હતી.
તેઓએ કહ્યું કે, કોઇ પણ પ્રકારનાં સંક્રમણથી બચાવવા માટે બાળકોને હાલમાં તેઓનાં પરિવાર સાથે મળવા દેવામાં નથી આવ્યાં પરંતુ આ મામલે વિચાર કરવામાં આવશે. પહેલાં બાળકોને ગુફામાંથી રવિવારનાં રોજ સાંજે બહાર નીકાળવામાં આવ્યાં હતાં અને બીજા લોકોને તેઓની બાદ જ્યારે અન્યને બે કલાકથી વધારે સમય બાદ બહાર નીકાળવામાં આવ્યાં હતાં.

ગુફામાંથી બહાર કઢાયેલા છોકરાઓને ફૂટબોલ વર્લ્ડકપની ફાઇનલ મેચ જોવાનું આમંત્રણ મળ્યું, પરંતુ ડોક્ટરોએ ના પાડી


(એજન્સી) ચેંગ રૈ,તા.૧૦
થાઈલેન્ડની ગુફામાં બે અઠવાડિયાથી વધુ દિવસ ફસાયેલા બચાવી લેવાયા છે જયારે બચાવ અભિયાન હજી પણ ચાલુ છે. આની વચ્ચે બચાવેલા આઠ યુવા ફૂટબોલરોને રશિયામાં ચાલી રહેલા ફૂટબોલ વર્લ્ડકપની ફાઇનલ મેચ જોવાનું આમંત્રણ મળ્યું છે. પરંતુ ડોક્ટરોએ તેઓને ફુટબોલ વર્લ્ડકપ ત્યાં જઈને જોવાની ના પાડી દીધી છે. ફસાયેલા બધા યુવા ફૂટબોલરો દુનિયાભરમાં આવેલા ફૂટબોલના સ્ટાર ખેલાડીઓના પ્રશંસક છે. જેમાં પોર્ટુગલનો રોનાલ્ડો, ઈંગ્લેન્ડનો જ્હોન સ્ટોન અને આર્જેન્ટિનાનો મેસ્સી છે. ઉત્તરી થાઈલેન્ડની થામ લૂંગની ગુફામાં આશરે નવ દિવસ બાદ કીચડ અને ચારેબાજુ પાણીની વચ્ચે મળી આવ્યા હતા. બધા યુવા ફૂટબોલરો ૨૩ જૂનના રોજ ફૂટબોલની ટ્રેનિંગ માટે ગુફાની અંદર ગયા હતા. તેઓ બધા ફુટબોલની ટીમોના નામની ટી-શર્ટ પહેરીને અંદર ગયા હતા. બધા ફૂટબોલરોની એક સેલ્ફી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જ્યારે ગુફામાંથી બહાર આવ્યા બાદ તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેઓને ફૂટબોલની ફાઇનલ મેચ જોવા મેદાનમાં જવાની ના પાડી દીધી હતી. ડોક્ટરોએ કહ્યું કે, બધા યુવાઓ ધીમે ધીમે અને સારી રીતે સાજા થઈ રહ્યા છે. તેઓને હજી પણ એક અઠવાડિયું હોસ્પિટલમાં રહેવું પડશે. તેઓ ક્યાંય પણ જઈ નહીં શકે. સ્થાનિક સ્વાસ્થ્ય મંત્રીએ પત્રકારોને જણાવ્યું. મંગળવારે ફિફા તરફથી બધા યુવા ફૂટબોલરોને રશિયામાં ફૂટબોલની ફાઇનલ મેચ જોવા આમંત્રણ મળ્યું હતું.