(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૦
વિદેશમંત્રી સુષમા સ્વરાજે આજે સંસદમાં ચીન પર વાત કરતાં એવું કહ્યું કે પહેલા ચીન ડોકલામ વિસ્તારમાંથી તેની સેના હટાવે ત્યારબાદ ભારત તેનું લશ્કર હટાવવાની વિચારણા કરશે. સુષમાએ કહ્યું કે આજે સિક્કિમ વિવાદે સમગ્ર દુનિયા ભારતની સાથે છે અને ચીને સૌથી પહેલા તેની સેનાને વિવાદીત વિસ્તારમાંથી ખસેડી લેવી જોઈએ. ભારત તેની સરહદની રખેવાળી કરવા સક્ષમ છે. રાજ્યસભામાં બોલતાં તેમણે કહ્યું કે ચીન, ડોકલામની હાલની સ્થિતિને પોતાની રીતે બદલવા માંગે છે. દુનિયાના તમામ દેશો ભારતની સાથે છે. તેમણે એવું પણ કહ્યું કે કોઈ પણ દેશ પોતાની રીતે ડોકલામ ત્રિકોણને નહીં બદલી શકે. ભૂતાન પ્રત્યે ચીને આક્રમક વલણ અપનાવ્યું છે. ડોકલામ વિવાદ પર ભારતને કોઈ પણ રીતે ઘેરી શકાય તેમ નથી. ભૂતાન જેવા નાના દેશો પણ ચીન પર હાવી થઈ રહ્યો છે. ભારત અને ચીન વચ્ચેની સીમા હાલમાં નક્કી થઈ નથી. હાલમાં ચીન અને ભૂતાનની સીમા નક્કી કરવાની છે. છત્તીસગઢ કોંગ્રેસ સાંસદ છાયા શર્માએ સાઉથ ચાઈના સી પર ચીનની હાજરીના મુદ્દોને ઉખેડ્યો હતો તેનો પ્રતિકાર કરતાં સુષમાએ કહ્યું કે ચીન તરફથી ભારતને કોઈ જોખમ નથી. ચીનના બેલ્ટ એન્ડ રોડ મુદ્દે બોલતાં તેમણે કહ્યું કે ભારતે ઓબીઓઆરમાં ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરનો વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ચીને સિક્કિમના ડોંગલોગ વિસ્તારમાંથી તેનું લશ્કર ખસેડી લેવાનું જણાવ્યું છે.ચીને તો ભારતને એવી પણ ધમકી આપી હતી કે જો યુદ્ધ થશે તો ભારતને ૧૯૬૨ના સમય કરતાં પણ વધારે ખુવારી વેઠવી પડશે. એટલે ભારત સન્માપૂર્વક તેનું લશ્કર પાછું બોલાવે અન્યથા અમને લાત મૂકીને કાઢી મૂકવા આવડે છે. સમાજવાદી પાર્ટીના સાંસદ નરેશ અગ્રવાલે સુષમા સ્વરાજને એવો સવાલ કર્યો કે ચીન અને ભારત વચ્ચેના હાલના વિવાદ પાછળનું સાચું કારણ ક્યું અને ચીનના કઈ કઈ માગણીઓ છે. તેમણે કહ્યું કે ભારત-ચીન સરહદે એક પોઈન્ટ એવો છે જેને ટ્રાઈજંક્શન તરીકે ઓળખાય છે અને આ પોઈન્ટ પર ભારત અને ચીન પાસે લેખિતમાં સહમતી છે. તેના પેરા ૧૩માં એવું લખવામાં આવ્યું છે તેનો નિર્ણય ભારત-ચીન અને ત્રીજો દેશ ભૂતાન સાથે મળીને નક્કી કરશે.