વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને એમના ગુરુ સ્વામીશ્રી સત્યમિત્રાનંદ ગિરીજી મહારાજની જન્મ જ્યંતિના સંદર્ભમાં બોપલ અમદાવાદ મુકામે ત્રણ સંસ્થાના ઉપક્રમે પ૦ વર્ષ કરતાં વધુ વર્ષથી ગુજરાતમાં પ્રગટ થતાં સામયિકને સન્માનવાનો કાર્યક્રમ હતો. તેમાં અમરેલી જિલ્લાના બગસરામાંથી ૬પ વર્ષથી પ્રગટ થતાં ‘તમન્ના’નો પણ સમાવેશ થયો હતો. ‘તમન્ના’ના તંત્રી તુરાબ ‘હમદમ’ને શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પદ્મશ્રી કુમારપાળ દેસાઈ અને પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાના હસ્તે ‘શબ્દ ચેતના ગૌરવ સન્માન’ સાથેની મોમેન્ટ, શાલ અને રૂા.પ,૦૦૧ની રોકડ રકમ એનાયત થયા હતા. નવચેતન, કુમાર, અખંડ આનંદ અને જનકલ્યાણ જેવા માસિકો સાથે ‘તમન્ના’નું નામ લેવાય તે બગસરા માટે ગૌરવસમી બાબત છે.