(એજન્સી) આગ્રા, તા.૪
આગ્રાના હાથરસ જિલ્લાના રહેવાસી સતીષ ચંદનો ૧૧ વર્ષીય પુત્ર અચાનક ગુમ થઈ ગયો હતો. હાથરસના આ ખેડૂતે ગુમશુદા પુત્રની તપાસ માટે આગ્રાથી દિલ્હી ૧પ૦૦ કિ.મી.નું અંતર સાયકલ પર ખેડ્યું અને પુત્રનો ફોટો બતાવીને દરેકને તેના વિશે પૂછતો હતો. ૧૧ વર્ષીય અસક્ષમ પુત્રના ગૂમ થવાની ફરિયાદ નોંધાવવા માટે સતીષ ચંદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા પરંતુ પોલીસે તેમની કોઈ વાત સાંભળી ન હતી. સતીષ ચંદે પાંચ માસ અગાઉ પોતાના પુત્રને શોધવા ઉત્તર આગ્રાથી સાયકલ પ્રવાસ શરૂ કર્યો હતો જે ઝાંસી, કાનપુર અને બિના થઈ દિલ્હી સુધી લંબાયો. ૪ર વર્ષીય ચંદા પોતાના પુત્ર ગોદનાના ફોટા સાથે ર૦૦૦ કિ.મી.ની સફર ખેડી હતી. ચંદ્રાના સંતાનોમાં ગોદના એક માત્ર સંતાન બચ્યું છે જે માનસિક રીતે અસ્થિર છે. ગોદના ર૪મી જૂનથી ગૂમ થયો છે. છેલ્લે હાથરસના મદ્રાક રેલવે સ્ટેશન પર તે દેખાયો હતો. આગ્રામાં એક સામાજિક કાર્યકર્તાએ ચંદ્રાની મદદ કરી અને સોશિયલ મીડિયામાં અભિયાન ચલાવ્યું હતું. હવે તે બાબતને ધ્યાનમાં લઈ આગ્રા ઝોન એડીજીપી અજય આનંદે સમગ્ર મામલો હાથમાં લઈ કમિટી બનાવી છે. હાથરસ એસપી સુશીલ ગુલે જણાવ્યું કે તેમની પાસે શનિવારે ફરિયાદ આપી હતી કે તેમનો ૧૧ વર્ષીય પુત્ર ગોદના પાંચ મહિના પહેલાં ખોવાઈ ગયો હતો જેની તેણે ફરિયાદ નોંધાવી હતી. આ મામલામાં હાથરસ પોલીસે પોતાનું કામ નિષ્ઠાથી કર્યું નહીં. આ મામલામાં એક આંતરિક ટીમની રચના કરવામાં આવી છે. આ સિવાય ગોદનાને શોધવા માટે એક વિશેષ ટીમ બનાવવામાં આવી છે. આ મામલે માનસિક રીતે અસ્થિર બાળકનું આશ્રય અપના ઘર સંસ્થાની મદદ મેળવવા પોલીસની ટીમ જલ્દીથી ભરતપુર જવા રવાના થશે.
તમે મારા પુત્રને જોયો ? ગુમ થયેલ પુત્રને શોધવા પિતાએ આગ્રાથી દિલ્હી સુધી સાયકલ પર પ્રવાસ ખેડ્યો

Recent Comments