(એજન્સી) શ્રીનગર, તા.ર૭
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફતીનું કહેવું છે કે આતંકવાદ પ્રભાવિત રાજ્યમાં પણ હવે શાંતિની કૂંપળો ફૂટવા લાગી છે અને સરકાર હવે એ સુનિશ્ચિત કરવામાં વ્યસ્ત છે કે રાજ્યના લોકો સન્માનજનક જીવન વ્યતિત કરી શકે.
મહેબૂબાએ કહ્યું કે ખીણની સમગ્ર ૭૦ લાખ વસ્તીને ઉગ્રવાદીઓના હિમાયતી દર્શાવવા યોગ્ય નથી. ગોપનીય આંકડાઓ મુજબ માત્ર ર૦૦-૩૦૦ સ્થાનિકો ઉગ્રવાદી છે. મહેબૂબાએ આગળ કહ્યું કે તમે આશરે ર૦૦ ઉગ્રવાદીઓની વાત તો કરી છો. પરંતુ ભારતીય સેનામાં સેવા આપતા હજારો કાશ્મીરીઓ વિશે કશું નથી બોલતા. જો કે તેણી એ વાતને સમર્થન ન આપે છે કે કાશ્મીરી યુવકો, આઠ વર્ષના બાળકોમાં પણ પોતાને અલગ માનવાની ભાવના છે અને આનું કારણ તે ખીણમાં સુરક્ષા દળોના અભિયાનો અને પથ્થરમારાની ઘટનાઓને માને છે. જમ્મુ-કાશ્મીરમાં ભાજપ સાથે ગઠબંધન સરકારનું નેતૃત્વ કરી રહી પ૮ વર્ષીય મહેબૂબા મુફતી પ્રદેશની પ્રથમ મહિલા મુખ્યમંત્રી છે. સાથે તેઓ પ્રવાસન મંત્રાલયની પણ જવાબદારી સંભાળી રહી છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર પ્રવાસીઓની સંખ્યા જે ૧૦,૦૦૦થી ૧ર,૦૦૦ રહેતી હતી. તે હવે ૪,૦૦૦થી પ,૦૦૦ થઈ ગઈ છે. મોટાભાગની હોટલ અને હાઉસબોટ ખાલી છે અને ટેક્સી ચલાવનારાઓ પાસે પણ કામ નથી. મહેબૂબાએ કેન્દ્ર સરકાર અને કાશ્મીરમાં ભાજપ સાથેની ગઠબંધન સરકારની ભરપૂર તારીફ કરતા જણાવ્યું હતું કે વાજપેયી સરકારની શાંતિ વાર્તા નીતિનું સમર્થન કરે છે. પરંતુ કોંગ્રેસ આ નીતિનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહી છે.